ઈન્ટરનેટ વગર મેસેજ મોકલ્યા, CJPના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ થયેલ ટેકનોલોજીથી પોલીસ ચોંકી!
ઈન્ટરનેટ વગર મેસેજ મોકલ્યા, CJPના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ થયેલ ટેકનોલોજીથી પોલીસ ચોંકી!
Published on: 22nd July, 2026

દિલ્હીના જંતર-મંતર પર CJP દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં એક એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. પ્રદર્શનકારીઓ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગર મેસેજ મોકલવા-મેળવવા માટે એક ખાસ એપનો ઉપયોગ કરી રહ્યા હતા. આ એપ બ્લૂટૂથ બેઝ્ડ કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં મોબાઈલ ડેટા, વાઈફાઈ કે સેલ્યુલર નેટવર્કની જરૂર પડતી નથી. BitChat જેવી એપ્સ આ ટેકનોલોજી પર કામ કરે છે, જે વાયરલ ટેકનોલોજી 'બ્લૂટૂથ લો એનર્જી' (BLE)નો ઉપયોગ કરે છે.