ટ્રેનોની રફ્તાર વધારવા રેલવે એક્શનમાં: 300 જેટલા સ્ટોપેજ હટાવાશે
ટ્રેનોની રફ્તાર વધારવા રેલવે એક્શનમાં: 300 જેટલા સ્ટોપેજ હટાવાશે
Published on: 22nd July, 2026

ભારતીય રેલવે લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનોની ઝડપ વધારવા માટે દેશભરમાં 300થી વધુ પ્રાયોગિક ટ્રેન સ્ટોપેજને તબક્કાવાર રીતે નાબૂદ કરશે. આ નિર્ણય ઓક્ટોબર 2026 સુધીમાં અમલમાં આવશે, જેનાથી મુસાફરીનો સમય 15 થી 45 મિનિટ સુધી ઘટશે. ઘણા સ્ટોપેજ પર દરરોજ 15 ટિકિટ પણ વેચાતી નહોતી, જેના કારણે બળતણ અને વીજળીનો વ્યય થતો હતો. RDSO ના અહેવાલ મુજબ, એક સ્ટોપેજ દૂર કરવાથી ટ્રેનની 5-7 મિનિટ બચશે, તેમજ વીજળી અને ડીઝલની પણ નોંધપાત્ર બચત થશે. આ સમીક્ષા હેઠળ દિલ્હીથી ઉપડતી 12 પ્રીમિયમ ટ્રેનો અને ત્રણ વંદે ભારત રૂટનો સમાવેશ થાય છે.