વડોદરાના વાઘોડિયારોડ અને નવાબજારમાં દારૃના કટિંગ અને સપ્લાય સમયે જ પોલીસે પાડ્યા દરોડા
વડોદરાના વાઘોડિયારોડ અને નવાબજારમાં દારૃના કટિંગ અને સપ્લાય સમયે જ પોલીસે પાડ્યા દરોડા
Published on: 30th September, 2026

વાઘોડિયારોડ પર બળિયાદેવનગર ખાતે દારૃના કટિંગ સમયે PCB પોલીસે અનિલ ઉર્ફે અન્નો રાજપૂતને દારૃની ૨૭૪ બોટલ સાથે ઝડપી પાડ્યો. આ દારૃની કિંમત ૭૨,૦૮૦ રૂપિયા છે. પોલીસે દારૃ, મોબાઇલ અને ટુ વ્હીલર મળીને કુલ ૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગુંજન રાજેશભાઇ ધોબી સહિત બે ને વોન્ટેડ જાહેર કર્યા છે. નવાબજારમાંથી પણ પોલીસે દારૃની ૬૦ બોટલ સાથે રિક્ષા કબજે કરી રાજ દિનેશભાઇ પરદેશીની શોધખોળ હાથ ધરી છે.