Menu
પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: Scientists Develop New Plastic That Dissolves in Hours in the Ocean
પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: Scientists Develop New Plastic That Dissolves in Hours in the Ocean
Published on: 04th June, 2025

જાપાનના વિજ્ઞાનીઓએ નવા પ્રકારના પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિકની શોધ કરી છે, જે દરિયામાં જ કેટલાંક કલાકોમાં ઓગળી જાય છે. આ નવી શોધ દરિયાની પ્રદૂષણ સમસ્યાને નિયંત્રિત કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. પર્યાવરણ દિવસની તક પર, ઇમરજન્ટ મેટર સાયન્સ અને ટોક્યો યુનિવર્સિટીના રિકેન સેન્ટરે આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. સામાન્ય પ્લાસ્ટિકની તુલનામાં આ પ્લાસ્ટિકથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે અને દરિયાની સ્વચ્છતા જાળવી શકાશે. આ શોધ ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપશે.