Menu
મોટોરોલા એજ 60 5G સ્માર્ટફોન 10 જૂને લોન્ચ થશે: 50 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને 5500mAh બેટરી સાથે, પ્રાઈઝ ₹24,999 રહેશે
મોટોરોલા એજ 60 5G સ્માર્ટફોન 10 જૂને લોન્ચ થશે: 50 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને 5500mAh બેટરી સાથે, પ્રાઈઝ ₹24,999 રહેશે
Published on: 08th June, 2025

ટેક કંપની મોટોરોલા 10 જૂને એજ 60 સિરીઝમાં ત્રીજો સ્માર્ટફોન, મોટોરોલા એજ 60, લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, 5500mAh બેટરી અને મિડિયા ટેક ડાયમેન્સિટી 7400 ઓક્ટા-કોર પ્રોસેસર છે. એન્ડ્રોઈડ 15 આધારિત હેલો UI પર ચાલતું, 6.67 ઇંચ pOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ટ્રિપલ રિયર કેમેરામા 50 મેગાપિક્સલ પ્રાઈમરી, 50 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ અને 10 મેગાપિક્સલ ટેલિફોટો લense છે. IP68+IP69 સર્ટિફિકેશન અને ડોલ્બી એટમોસ સપોર્ટ પણ ઉપલબ્ધ છે. પ્રાઈઝ લગભગ ₹24,999 હોવાની શક્યતા છે.