AI થી AI ને બચાવવા સાયબર સુરક્ષા મજબૂત કરવી આવશ્યક
AI થી AI ને બચાવવા સાયબર સુરક્ષા મજબૂત કરવી આવશ્યક
Published on: 03rd September, 2026

ChatGPT નિર્માતા OpenAI એ ચેતવણી આપી છે કે AI-સંચાલિત સાયબર હુમલાઓ નજીકના ભવિષ્યમાં વધુ ઝડપી અને જટિલ બની શકે છે. 'A Call for Collective Action on Cyber Defense' નામના પત્રમાં, OpenAI એ જણાવ્યું છે કે AI મોડલની વધતી ક્ષમતાઓ સાથે, બેંકો, હોસ્પિટલો અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી મહત્વપૂર્ણ સેવાઓ જોખમમાં છે. કંપનીએ સરકારો, ટેક કંપનીઓ અને સાયબર સુરક્ષા ક્ષેત્રને સંયુક્ત રીતે સંરક્ષણ મજબૂત કરવા અપીલ કરી છે. જૂના સોફ્ટવેર, વધુ પડતી પરવાનગીઓ અને નબળી ઓથેન્ટિકેશન જેવી સમસ્યાઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.