તમારા પિતાએ પૈસા મોકલવાનું કહ્યું છે કહી ગઠિયાઓનું સાયબર ફ્રોડ
તમારા પિતાએ પૈસા મોકલવાનું કહ્યું છે કહી ગઠિયાઓનું સાયબર ફ્રોડ
Published on: 30th September, 2026

વડોદરાના કરજણ તાલુકાના સાંસરોદ ગામની એક યુવતી સાથે તેના પિતાના નામે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણ્યા વ્યક્તિએ યુવતીને ફોન કરી જણાવ્યું કે તેના પિતાએ તેના એકાઉન્ટમાં પૈસા મોકલવાનું કહ્યું છે. બાદમાં, ખોટા પેમેન્ટ ટ્રાન્સફર મેસેજ મોકલી, વધુ પૈસા મોકલાઈ ગયા છે તેમ કહી પરત મેળવી કુલ રૂ. ૯૬ હજારની છેતરપિંડી આચરવામાં આવી છે. શંકા જતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.