મેટાને ડીપફેક, વાંધાજનક AI કન્ટેન્ટ રોકવા કેન્દ્ર સરકારનો નિર્દેશ
મેટાને ડીપફેક, વાંધાજનક AI કન્ટેન્ટ રોકવા કેન્દ્ર સરકારનો નિર્દેશ
Published on: 09th August, 2026

કેન્દ્ર સરકારે મેટા (Meta) ને તેના Facebook, Instagram અને WhatsApp જેવા પ્લેટફોર્મ્સ પર ડીપફેક, ખોટો પ્રચાર અને વાંધાજનક AI કન્ટેન્ટને તાત્કાલિક રોકવા નિર્દેશ આપ્યો છે. સરકારે મેટાના અલ્ગોરિધમમાં સુધારાની માંગ કરી છે અને ભારતીય કાયદા મુજબ 'ઈન્ટરમીડિયરી' તરીકે તેના દરજ્જાની તપાસ શરૂ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મેટા સાથે બેઠક યોજી સ્પષ્ટ કમ્પ્લાયન્સ રોડમેપ માંગ્યો છે. સરકારી એજન્સીઓની કન્ટેન્ટ હટાવવા અંગેની વિનંતીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને ડેટા લોકલાઈઝેશન નિયમોનું પાલન કરવા પણ સૂચના અપાઈ છે.