માઇક્રોસોફ્ટ CEO સત્ય નડેલાએ AI પર માનવ નિયંત્રણ અને સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો
માઇક્રોસોફ્ટ CEO સત્ય નડેલાએ AI પર માનવ નિયંત્રણ અને સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો
Published on: 12th October, 2026

માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ સાથે સંકળાયેલા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે AI સિસ્ટમ પર આંખ બંધ કરીને ભરોસો કરવો જોખમી બની શકે છે, કારણ કે તેમાં ભૂલો થવાની કે હેકિંગ જેવી સુરક્ષા સમસ્યાઓ ઊભી થવાની શક્યતા રહે છે. નડેલાએ ભારપૂર્વક જણાવ્યું કે AI સિસ્ટમમાં ઇમરજન્સી બ્રેક જેવી સુવિધા હોવી જોઈએ, જેથી જરૂર પડ્યે માનવ દ્વારા તેને તાત્કાલિક રોકી શકાય. તેમણે AIની કામગીરીનો રેકોર્ડ રાખવા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો.