સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ
સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ
Published on: 18th May, 2026

ગુજરાત વનવિભાગ એશિયાટિક સિંહોની સુરક્ષા માટે એક્શન પ્લાન હેઠળ ભાવનગર-સોમનાથ ને.હા. પર સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ કરશે. 'હોટસ્પોટ' સ્થળોએ રમ્બલ સ્ટ્રીપ, કેટ આઈ, સાઈન બોર્ડ અને 20 'રોડ સેવકો' દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરાશે. એક સિંહને 'રેડિયો કોલર' લગાવી નજર રખાશે.