મફત AI ની કિંમત: તમારો ડેટા જ છે સૌથી મૂલ્યવાન!
મફત AI ની કિંમત: તમારો ડેટા જ છે સૌથી મૂલ્યવાન!
Published on: 09th August, 2026

"જો કોઈ પ્રોડક્ટ મફત મળે, તો તમે જ પ્રોડક્ટ છો!" ChatGPT, Gemini જેવી AI એપ્સનો ઉપયોગ સામાન્ય બન્યો છે. આપણે પ્રોમ્પ્ટ આપીએ છીએ અને જાદુઈ પરિણામ મેળવીએ છીએ, પણ એ વિચારતા નથી કે અબજો ખર્ચે બનેલા AI મફતમાં સેવા કેમ આપે છે? આનું કારણ છે આપણો 'ડેટા', જે AI માટે સૌથી કિંમતી છે. આપણે અજાણતા જ AI ને ટ્રેન કરીએ છીએ. AI સિસ્ટમ ફોટાનો 'મેટાડેટા' ખેંચે છે, જેમ કે લોકેશન, સમય, અને ઉપકરણ. તમારો ડેટા AI માટે 'ખોરાક' છે, જેનાથી તે માણસોની જેમ વાત કરતા અને ચહેરાના હાવભાવ શીખે છે.