'ગરબો' : બ્રહ્માંડનું પ્રતિક અને નવરાત્રિનું મહત્વ
'ગરબો' : બ્રહ્માંડનું પ્રતિક અને નવરાત્રિનું મહત્વ
Published on: 01st October, 2026

'ગરબો' બ્રહ્માંડનું પ્રતિક છે, જેમાં ૨૭ છિદ્રો આપણા ૨૭ નક્ષત્રો દર્શાવે છે. ગરબાની આસપાસ ૧૦૮ વખત ગરબે ઘૂમવાથી બ્રહ્માંડની ૧૦૮ પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. ગરબામાં પાડેલા છિદ્રો માનવ દેહના નવ દ્વારો સૂચવે છે, અને મધ્યમાં પ્રગટાવેલો દીવો આત્માની જ્યોતનું પ્રતિક છે. નવરાત્રિ દરમિયાન અખંડ દીવો પ્રજ્વલિત રાખી આત્મ જ્યોત સદા પ્રજ્વલિત રહે તેવી ભાવના વ્યક્ત કરાય છે. ગરબો એ ગુજરાતની આગવી ઓળખ અને દૈવી શક્તિનું પ્રતિક છે.