પાવાગઢમાં ભાવિકોની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા માટે હાલોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
પાવાગઢમાં ભાવિકોની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા માટે હાલોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
Published on: 02nd October, 2026

આસો નવરાત્રિ-2026 દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સુચારુ, સુરક્ષિત અને સુવિધાસભર વ્યવસ્થા મળે તે માટે હાલોલ પ્રાંત કચેરીમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં યાત્રિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી મોનિટરિંગ, ટ્રાફ્કિ નિયંત્રણ, બસો અને વાહનો માટે અલગ પાર્કિંગ, તેમજ આરોગ્ય અને ઈમરજન્સી સેવા માટે તબીબી ટીમો અને 108 એમ્બ્યુલન્સની 24 કલાકની તૈનાતી સૂચવાઈ. ઉપરાંત, પીવાના પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થા, તેમજ પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ પર પણ ભાર મૂકાયો.