જરોદ ગામમાં નવરાત્રી ગરબાનો પ્રારંભ
જરોદ ગામમાં નવરાત્રી ગરબાનો પ્રારંભ
Published on: 13th October, 2026

વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગરબાનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓ નવા વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબા રમવા પહોંચી રહ્યા છે. અનિચ્છનીય ઘટનાઓ ટાળવા અને ખેલૈયાઓની સુરક્ષા માટે જરોદ પોલીસ દ્વારા તમામ સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જરોદ ગામના પાઠક શેરી, આઝાદ ચોક, પ્રજાપતિ ફળિયું સહિત અનેક સ્થળોએ ગરબાની રમઝટ જામી છે.