શ્રીકૃષ્ણના મનમોહક સ્વરૂપો દર્શાવતું બે દિવસીય કલા પ્રદર્શન યોજાશે
શ્રીકૃષ્ણના મનમોહક સ્વરૂપો દર્શાવતું બે દિવસીય કલા પ્રદર્શન યોજાશે
Published on: 12th August, 2026

રાજકોટમાં તા. 14 થી 16 ઓગસ્ટ દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં 'મનમોહના: The Eternal Melody of Divine Love' કલા પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના 180થી વધુ કલાકારોની કૃષ્ણના વિવિધ સ્વરૂપો, લીલાઓ અને ભક્તિભાવને દર્શાવતી કલાકૃતિઓ રજૂ થશે. આ પ્રદર્શનમાં પેન્સિલ સ્કેચ, વોટરકલર, એક્રેલિક જેવી વિવિધ કલામાધ્યમોનો સમાવેશ થાય છે. બાળકો માટે રાધા-કૃષ્ણ ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે નિ:શુલ્ક છોડ વિતરણ પણ કરાશે.