ત્રિશલા માતાનું વિશ્વનું એકમાત્ર મંદિર: 72 પિલર પર 4.5 ફૂટના પ્રભુ મહાવીરની પ્રતિમા
ત્રિશલા માતાનું વિશ્વનું એકમાત્ર મંદિર: 72 પિલર પર 4.5 ફૂટના પ્રભુ મહાવીરની પ્રતિમા
Published on: 21st July, 2026

ચોટીલા હાઇવે પર આવેલું મહાવીરપુરમ તીર્થ શ્રદ્ધા, સંસ્કૃતિ અને જીવદયા ફેલાવે છે. પૂજ્ય આચાર્ય પુણ્યોદયસાગર સૂરીશ્વરજી મહાસતીજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ જિનાલય 108 ફૂટ ઊંચું છે. પ્રભુ મહાવીરના 72 વર્ષના આયુષ્યની યાદમાં 72 કલાત્મક પિલર પર બનેલા આ મંદિરમાં 54 ઇંચની પ્રભુ મહાવીરની મનોહર પ્રતિમા છે. અહીં વિશ્વનું એકમાત્ર ત્રિશલા માતાનું મંદિર છે, જ્યાં 14 મહાસ્વપ્નોની દિવ્ય ઝાંખી કરાવી છે. યક્ષરાજ મણિભદ્ર દેવ અને 200 વર્ષ જૂનું વડનું વૃક્ષ પણ આકર્ષણ છે.