વિસ્તરણ અધિકારીઓની તાલીમ: ખેડૂતોને આધુનિક ખેતીલક્ષી માહિતી પહોંચાડવા પર ભાર
વિસ્તરણ અધિકારીઓની તાલીમ: ખેડૂતોને આધુનિક ખેતીલક્ષી માહિતી પહોંચાડવા પર ભાર
Published on: 21st July, 2026

અનિયમિત વરસાદના કારણે ખરીફ સીઝનમાં ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સમયસર મળે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા વિસ્તરણ અધિકારીઓની એક દિવસીય તાલીમ યોજાઈ. બદલાતા ક્લાઈમેટ ચેન્જ અને ખરીફ પાકોના ઉત્કૃષ્ટ ઉત્પાદન વ્યવસ્થાપન અંગે નિષ્ણાતોએ ઉપયોગી ટીપ્સ આપી. મદદનીશ ખેતી નિયામક શ્રી લીમ્બાચીયાએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર ભાર મૂક્યો. વિસ્તરણ અધિકારીઓને તાકીદ કરાઈ કે તેઓ સીધા ખેડૂતોના સંપર્કમાં રહી વૈજ્ઞાનિક જ્ઞાન અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડે.