અંધેરીચા રાજા આ વર્ષે અયોધ્યાના 'રામ મંદિર'માં બિરાજમાન થશે
અંધેરીચા રાજા આ વર્ષે અયોધ્યાના 'રામ મંદિર'માં બિરાજમાન થશે
Published on: 10th September, 2026

મુંબઈના અંધેરીચા રાજાના ૬૧મા ગણેશોત્સવ નિમિત્તે આઝાદ નગર ખાતે આ વર્ષે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિને મુખ્ય આકર્ષણ બનાવવામાં આવ્યું છે. ૧૪,૦૦૦ ચોરસ ફૂટના પ્લેટફોર્મ પર તૈયાર કરાયેલ આ પંડાલમાં નાગર શૈલીની સ્થાપત્ય રચના, ૪૬ સુશોભિત સ્તંભ અને પરંપરાગત શિખરો સાથે કળશનો સમાવેશ થાય છે. પંડાલ, મુલાકાતીઓ અને સ્વયંસેવકો માટે રૃ. ૨૩.૫ કરોડનું વિમા કવચ લેવામાં આવ્યું છે. આ વર્ષે ૨૯ સપ્ટેમ્બરે અંગારકી સંકષ્ટીએ પ્રતિમાનું વર્સોવા ખાતે વિસર્જન થશે.