IRCTC દ્વારા કેદારનાથ હેલિકોપ્ટર ટિકિટ ઓનલાઈન બુકિંગ શરૂ
IRCTC દ્વારા કેદારનાથ હેલિકોપ્ટર ટિકિટ ઓનલાઈન બુકિંગ શરૂ
Published on: 09th October, 2026

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે IRCTC એ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવા શરૂ કરી છે. હવે યાત્રાળુઓ IRCTC ની સત્તાવાર વેબસાઇટ (heliyatra.irctc.co.in) પરથી ઘરે બેઠા ટિકિટ બુક કરી શકશે. આ સુવિધા 9 ઓક્ટોબરથી બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ છે અને 16 ઓક્ટોબરથી 9 નવેમ્બર વચ્ચે મુસાફરી કરનારાઓ માટે ઉપલબ્ધ છે. આ ઓનલાઈન બુકિંગ પ્રક્રિયા વૃદ્ધો અને અશક્ત યાત્રાળુઓ માટે કેદારનાથની યાત્રાને વધુ સુગમ બનાવશે. આ વર્ષે અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ભક્તો કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે.