ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ અને ધ્યાન શિબિર
ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ અને ધ્યાન શિબિર
Published on: 04th October, 2026

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પોલીસ હેડ ક્વાર્ટર મેદાનમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ એક પ્રેરણાદાયી યોગ-ધ્યાન શિબિર યોજાઈ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ ગુરુ શિશપાલ રાજપૂતે ઉપસ્થિત રહી વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. તેમણે સ્વયં યોગ કરીને લોકોને માનસિક એકાગ્રતાનો અનુભવ કરાવ્યો. જિલ્લાના અનેક મહાનુભાવોએ પણ યોગના ફાયદા વિશે માહિતી આપી સૌને નિયમિત યોગ કરવા પ્રેરિત કર્યા. આ શિબિરમાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.