મહિપતસિંહ ચૌહાણ: દાદાગીરી વધે ત્યારે કાયદાકીય પગલાં જરૂરી
મહિપતસિંહ ચૌહાણ: દાદાગીરી વધે ત્યારે કાયદાકીય પગલાં જરૂરી
Published on: 30th September, 2026

ખેડાના લવાલ ગામે મારામારી કેસમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. તેણે દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે, 10 વર્ષથી વિવાદો સાથે જોડાયેલા હોવાથી હવે મહિપતસિંહ અને વિવાદ સમાનાર્થી બની ગયા છે. જરૂર કરતાં વધુ દાદાગીરી વધે ત્યારે કાયદાકીય પગલાં અને ફરિયાદ અનિવાર્ય છે. તેમના પુત્ર પરના આક્ષેપો ફગાવી દીધા અને જણાવ્યું કે તેમને માત્ર એટલા માટે ટાર્ગેટ કરાઈ રહ્યા છે કારણ કે તે તેમનો પુત્ર છે.