મહેસાણા RTOમાં લાયસન્સ રિન્યુઅલમાં ફોટાની સમસ્યા, રૂ.400 ભરો તો પણ ગેરંટી નહીં
મહેસાણા RTOમાં લાયસન્સ રિન્યુઅલમાં ફોટાની સમસ્યા, રૂ.400 ભરો તો પણ ગેરંટી નહીં
Published on: 30th September, 2026

મહેસાણા RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવતી વખતે અરજદારોને ફોટાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં 10માંથી આશરે 6 અરજદારોના ફોટા સ્પષ્ટ આવતા નથી. રિન્યુઅલ માટે રૂ.400 ફી ભર્યા પછી પણ જો ફોટો બ્લર આવે તો તેને સુધારવા ફરી અરજી કરવી પડે છે, જેમાં ફરી રૂ.400નો ખર્ચ થાય છે. જોકે, બીજી વખત પણ ફોટો ચોખ્ખો આવશે તેની કોઈ ખાતરી મળતી નથી. આ કારણે અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.