ખેડબ્રહ્મા અંબિકા મંદિરે માઘ પૂનમે ભક્તોની ભીડ: વહેલી સવારથી દર્શન માટે ભક્તો ઉમટ્યા, મંદિર પરિસર ભરાઈ ગયું.
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે માઘ પૂનમે ભક્તોની ભીડ: વહેલી સવારથી દર્શન માટે ભક્તો ઉમટ્યા, મંદિર પરિસર ભરાઈ ગયું.
Published on: 01st February, 2026

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે માઘ પૂનમે ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી જ દર્શન માટે ભીડ જામી હતી, મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. રવિવારે પૂનમ હોવાથી સવારે 6:30 કલાકે મંગળા આરતી થઈ, જેમાં અનેક ભક્તો જોડાયા. મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું કે માતાજીના કમળ પર સવારીના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. દર પૂનમે રાજ્યભરમાંથી ભક્તો ખેડબ્રહ્મા આવે છે.