150 વર્ષ જૂની ખાડાવાળી ખોડિયાર માતાજીની પરંપરા જળવાઈ રહી
150 વર્ષ જૂની ખાડાવાળી ખોડિયાર માતાજીની પરંપરા જળવાઈ રહી
Published on: 13th October, 2026

ખંભાતના વાળંદવાડા વિસ્તારમાં બિરાજમાન ખાડાવાળી ખોડિયાર માતાજીની આશરે 150 વર્ષ જૂની પરંપરા ભક્તોમાં ઉત્સાહ જગાવી રહી છે. ભાદરવા મહિનાની અમાસથી શરદપૂનમ સુધી, માત્ર 15 દિવસ માટે માતાજી ભક્તોને દર્શન આપે છે. આ પરંપરા સ્વ. રમણભાઈ અંબાલાલ પારેખના સ્વપ્ન બાદ શરૂ થઈ હતી અને આજે પણ શ્રદ્ધાપૂર્વક જાળવવામાં આવે છે.