દુ:ખ, દારિદ્રય, ભય અને સંકટ દૂર કરી વિજય આપનારાં દેવી દુર્ગા
દુ:ખ, દારિદ્રય, ભય અને સંકટ દૂર કરી વિજય આપનારાં દેવી દુર્ગા
Published on: 08th October, 2026

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો:સ્વસ્થૈ: સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ ।દારિદ્રય દુ:ખ ભયહારિણી કા ત્વદન્યાસર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા ।।હે દુર્ગા દેવી ! તમે સ્મરણ કરવામાં આવે ત્યારે બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ પુરુષો દ્વારા ચિંતન કરવામાં આવે ત્યારે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ પ્રદાન કરો છો. દુ:ખ, દરિદ્રતા અને ભય હરનારા દેવી તમારા વિના બીજું કોણ છે જેમનું ચિત્ત બધા પર ઉપકાર કરવા માટે હમેશાં કરુણાર્દ્ર રહેતું હોય !