અમદાવાદમાં 'જય કનૈયાલાલ કી...' ના નાદ સાથે શ્રદ્ધાભેર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
અમદાવાદમાં 'જય કનૈયાલાલ કી...' ના નાદ સાથે શ્રદ્ધાભેર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Published on: 06th September, 2026

ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય પર્વ જન્માષ્ટમીની અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધા અને આસ્થા સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ. જગન્નાથ મંદિર અને ભાડજ હરેકૃષ્ણ મંદિર સહિત અનેક મંદિરોમાં ધાર્મિક આયોજનો થયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. મધરાત્રે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી...'ના જયઘોષ ગુંજી ઉઠ્યા. શહેરમાં મટકી ફોડ તથા કુબેરનગરમાં દહીંની હાંડીની સ્પર્ધા જેવા કાર્યક્રમો પણ યોજાયા.