સફળતા માટે રાહ જોતા શીખો, શોર્ટકટ ટાળો: ભીષ્મના સિદ્ધાંત
સફળતા માટે રાહ જોતા શીખો, શોર્ટકટ ટાળો: ભીષ્મના સિદ્ધાંત
Published on: 05th August, 2026

સંસ્થાને સફળતાની ટોચે લઈ જવા કુશળ લીડર પોતાની ઊર્જા ન્યોછાવર કરે છે. પરંતુ, અથાક મહેનત, નિષ્ઠા અને સંગઠનાત્મક કૌશલ્ય હોવા છતાં ઘણીવાર લીડરને ઈચ્છિત સફળતા મળતી નથી. કાર્પોરેટ અને રાજકીય જગતમાં આવું થાય છે. 'શાંતિપર્વ'માં ભીષ્મ કહે છે કે પુરુષાર્થ સાથે સમય અને ભાગ્ય પણ મહત્ત્વપૂર્ણ છે. ઓછી ક્ષમતાવાળી વ્યક્તિઓ પણ સમયના સાથથી સફળ થાય છે, જે સંનિષ્ઠ લીડર માટે નિરાશાજનક છે. આવા સમયે ધીરજ ગુમાવી શોર્ટકટ અપનાવવા વિનાશક છે. સાચો લીડર સિદ્ધાંતો પર અટલ રહી, પોતાની જાત અને લક્ષ્યમાં શ્રદ્ધા રાખે છે.