હરિદ્વારમાં અધિક અગિયારસ: લાખો ભક્તો, હજારો સુરતીઓએ કર્યું પવિત્ર ગંગાસ્નાન
હરિદ્વારમાં અધિક અગિયારસ: લાખો ભક્તો, હજારો સુરતીઓએ કર્યું પવિત્ર ગંગાસ્નાન
Published on: 11th June, 2026

અધિક માસની વર્ષો જૂની પરંપરા નિભાવવા હજારો સુરતી અને ગુજરાતી ભક્તોએ હરિદ્વારમાં અધિક અગિયારસના દિવસે પવિત્ર ગંગાસ્નાન કર્યું. હરકી પેઢીના બ્રહ્મકુંડમાં સ્નાન કરી ભક્તોએ પુણ્ય લાભ મેળવ્યો. પુરુષોત્તમ માસમાં ગંગાસ્નાનનું વિશેષ મહત્ત્વ હોવાથી ગંગા તટ ભક્તિ અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો, જે સુરતીઓ અને ગુજરાતીઓની ધાર્મિક પરંપરાનું પ્રતિબિંબ બન્યો. આ અગિયારસે ગંગા તટે ઉમટેલી ભક્તોની વિશાળ ભીડ એ વાતનો પુરાવો છે કે ગુજરાતીઓમાં ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા સમય સાથે વધુ પ્રગાઢ બની છે.