સાયન્સ સિટી સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
સાયન્સ સિટી સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Published on: 06th September, 2026

અમદાવાદના સાયન્સ સિટી નજીક ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. મહા અભિષેક, ઝુલન ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વર્ણ રથ ઉત્સવ જેવા કાર્યક્રમોમાં ભક્તોએ ભાગ લીધો. આ પ્રસંગે 1008થી વધુ પ્રકારની વાનગીઓ, વિવિધ મીઠાઈઓ, દૂધની વાનગીઓ અને ફરસાણ સહિત 151 કિલોગ્રામની વિશેષ શાકાહારી કેક ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવી હતી, જે બાદ ભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કરાઈ.