તાપી જિલ્લાના બુહારીના શ્રી રામજી મંદિરે જન્માષ્ટમી ઉત્સવ
તાપી જિલ્લાના બુહારીના શ્રી રામજી મંદિરે જન્માષ્ટમી ઉત્સવ
Published on: 06th September, 2026

વાલોડ તાલુકાના બુહારી ગામમાં શ્રી રામચંદ્રજી તથા બીકેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રામજી મંદિરે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ. આ પ્રસંગે 24 કલાકના અખંડ ભજન-કીર્તનનું આયોજન કરાયું હતું. મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી યોજાઈ, જેમાં હજારો ભક્તો જોડાયા. ભજન સપ્તાહની પૂર્ણતા બાદ ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. બુહારી અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. આ ઉત્સવમાં મંદિરના પ્રમુખ ઉદય દેસાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.