શોરૂમના કેશિયર પર રૂ.12.56 લાખની ઉચાપતનો આક્ષેપ
શોરૂમના કેશિયર પર રૂ.12.56 લાખની ઉચાપતનો આક્ષેપ
Published on: 02nd October, 2026

પાલનપુરના મહિન્દ્રા શોરૂમમાં સ્પેર પાર્ટ્સ કેશિયર અશોકકુમાર કરશનભાઈ ચૌહાણ સામે રૂ.12.56 લાખની ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. આરોપી 210 ગ્રાહકો પાસેથી વસૂલેલી રોકડ રકમ પોતાના અંગત ખર્ચે વાપરી એકાઉન્ટમાં જમા કરાવતો ન હતો. મે 2026માં હિસાબ તપાસતા આ ગેરરીતિ ધ્યાનમાં આવી હતી. આરોપીએ ત્યારબાદ નોકરી પર આવવાનું બંધ કરી દીધું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ રિપોર્ટ બાદ રૂ. 12,56,221ની ઉચાપતની પુષ્ટિ થઈ. તેણે CEOને દારૂના વ્યસન અને નિષ્ફળતા અંગે ભાવુક મેસેજ મોકલ્યો હતો.