રૂ.1.50 કરોડનો STP પ્લાન્ટ નિષ્ફળ
રૂ.1.50 કરોડનો STP પ્લાન્ટ નિષ્ફળ
Published on: 02nd October, 2026

મહેસાણામાં ખારી નદીમાં ગટરના પાણીના નિકાલ અંગે મનપાની સભામાં હોબાળા બાદ, પરા તળાવ (સ્વામી વિવેકાનંદ લેક)માં પણ ગટરનું ગંદુ પાણી ભળતા તળાવ દૂષિત થયું છે. બિલાડી બાગના કામ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની રાઇઝિંગ લાઇનમાં ભંગાણ પડવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આ કારણે તળાવના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ અસર થશે. ₹1.50 કરોડના ખર્ચે બનેલો STP પ્લાન્ટ હોવા છતાં, ટ્રીટમેન્ટ વગરનું પાણી સીધું તળાવમાં ભળતાં આયોજન સામે સવાલો ઊભા થયા છે.