પશ્ચિમ બંગાળમાં TMCનો અંત: સુવેન્દુ અધિકારીનો આક્રમક દાવો, મમતા બેનર્જી હાર્યા.
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા છે. સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને તેમના જ ગઢ ભવાનીપુરમાં હરાવી ઇતિહાસ રચ્યો. વિજય બાદ અધિકારીએ TMCના ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટી આગામી 24 કલાકમાં નાશ પામશે. ભાજપે 206 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે TMC માત્ર 81 પર રહી.
પશ્ચિમ બંગાળમાં TMCનો અંત: સુવેન્દુ અધિકારીનો આક્રમક દાવો, મમતા બેનર્જી હાર્યા.
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત.
બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીની કમાન યુવા પેઢીને સોંપવાની તૈયારી કરી લીધી છે. તેમણે સત્તાવાર રીતે તેમની ભત્રીજી ક્લેર મઝુમદાર(Claire Mazumdar)ને તેમના ઉત્તરાધિકારી તરીકે નામિત કર્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાયોકોન જેવી દેશની બાયોફાર્મા કંપનીની કમાન ફરી એકવાર મહિલાના હાથમાં જ રહેશે. મહત્વનું છે કે કિરણ મઝુમદાર છેલ્લા 48 વર્ષોથી કંપનીની કમાન સંભાળી રહ્યા છે.
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત.
'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનર્જીનું નિવેદન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ 100 મતવિસ્તારોમાં મત "લૂંટાયા" છે. મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ. બે ફેઝમાં ચૂંટણી થયા બાદ તેઓએ અમારા લોકોની અટકાયત કરવાનું શરૂ કરી દીધુ અને અધિકારીઓના ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.'
'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનર્જીનું નિવેદન.
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, 'વંદે માતરમ્'ના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ.
ગાંધીનગરમાં કમલમ ખાતે ગઈકાલે (4 મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટરજીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, 'વંદે માતરમ્'ના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ.
કોણ બનશે બંગાળના નવા CM? 4 દિગ્ગજોના નામ રેસમાં.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભવ્ય જીત બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે, આગામી 9 મે એટલે કે શનિવારના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી પદ માટે કયા નેતાના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. મુખ્યમંત્રી પદની રેસમાં નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ છે. આ સિવાય શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજના નામો પણ ચર્ચામાં છે.
કોણ બનશે બંગાળના નવા CM? 4 દિગ્ગજોના નામ રેસમાં.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAPના ધારાસભ્યોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથેની મુલાકાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવાએ AAP અને BJP વચ્ચે મિલીભગતનો ગંભીર આક્ષેપ કરતા બંનેને એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. બાજવાએ રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોની વહેલી મુલાકાત પર સવાલ ઉઠાવતા સંકેત આપ્યો છે કે અરવિંદ કેજરીવાલને ટૂંક સમયમાં કોઈ મોટું 'સરપ્રાઈઝ' મળી શકે છે. ભાજપના નેતાઓના નિવેદનો અને આ ઘટનાક્રમે પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ખાસ કરીને ભારતના LPG પુરવઠા પર તેની માઠી અસર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો 80-90% LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 'ઓપરેશન ફ્રીડમ' હેઠળ અમેરિકન નેવી ત્યાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે. અમેરિકાનું કહેવું છે કે ભારત જેવા મોટા દેશોમાં કરોડો પરિવારો રાંધણ ગેસ પર નિર્ભર છે, તેથી આ રસ્તો ખોલવો માત્ર આર્થિક જ નહીં પણ માનવતાના ધોરણે પણ અત્યંત મહત્ત્વનું છે
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત-UAE પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વડાપ્રધાને નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે મક્કમતાથી ઊભું છે. આ સાથે જ તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે વાતચીત પર ભાર મૂક્યો હતો.
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારી માટે વપરાયેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવટી હતું. જો આરોપો સાબિત થશે, તો તેમનું કોર્પોરેટર પદ જોખમમાં મુકાઈ શકે છે. પોલીસ તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
પંજાબના CM ભગવંત માન 94 AAP ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી રાજ્યસભા સાંસદોના AAP છોડી BJPમાં જોડાવાની ફરિયાદ કરશે અને રાઇટ ટુ રિકોલ કાયદાની માંગ કરશે. આ દરમિયાન, ચઢ્ઢા, પાઠક અને મિત્તલ પણ રાષ્ટ્રપતિને મળશે અને રાજકીય બદલો લેવા સુરક્ષા છીનવી, ટ્રાઇડેન્ટ ફેક્ટરી પર દરોડા અને FIR નોંધવાના મુદ્દા ઉઠાવશે. પંજાબ BJP પ્રમુખ જાખડે AAP ધારાસભ્યોની બસ BJP કાર્યાલય તરફ વળી ન જાય તેની કાળજી રાખવા કહ્યું.
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે આસામમાં સત્તાની હેટ્રિક લગાવી છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢમાં ગાબડું પાડીને પ્રથમવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે, સપાટી પર ભાજપની જીત દેખાઈ રહી હોવા છતાં, રાજકીય વિશ્લેષકો કોંગ્રેસને આ ચૂંટણીના સૌથી મોટા 'વ્યૂહાત્મક વિજેતા' (Strategic Gainer) તરીકે જોઈ રહ્યા છે.
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પાંચ રાજ્યોમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મળેલી બહુમતીની ઉજવણી. કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી, 'શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો. શહેર પ્રમુખ અને અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી.
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો: ભાજપનો દબદબો, નવી સરકારો રચાઈ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવ્યું, જ્યારે આસામમાં ત્રીજી વખત સરકાર બનાવી. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVK ચોંકાવનારા પરિણામો સાથે સૌથી મોટી પાર્ટી બની. કેરળમાં કોંગ્રેસની વાપસી સાથે દેશમાં લેફ્ટ સરકારનો અંત આવ્યો. પુડુચેરીમાં પણ NDA સત્તામાં આવ્યું.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો: ભાજપનો દબદબો, નવી સરકારો રચાઈ
હિમંતા બિશ્વો શર્મા: કરોડોની સંપત્તિ, પણ કાર નથી!
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વો શર્મા પાસે ₹35 કરોડની સંયુક્ત સંપત્તિ છે, જેમાં તેમની પત્ની અનલિસ્ટેડ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર્સમાં રોકાણ ધરાવે છે. હિમંતા પાસે કાર, ઘર કે જમીન નથી, જ્યારે તેમની પત્નીના નામે કરોડોની મિલકતો, એક કાર અને મીડિયા કંપની નોંધાયેલી છે.
હિમંતા બિશ્વો શર્મા: કરોડોની સંપત્તિ, પણ કાર નથી!
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા...
ચૂંટણીના તાજેતરના પરિણામોમાં લોકશાહીનો અસલી પાવર જોવા મળ્યો છે, જ્યાં જનતાએ અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીની 832 વિધાનસભા બેઠકો પર થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીની સૌથી મોટી હકીકત એ છે કે બે રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવી શક્યા નથી. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા કદાવર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા...
ભાજપના ‘ડબલ એન્જિન’ની જીત: બંગાળમાં ‘કમળ’ ખીલ્યું
PM મોદીના ‘ડબલ એન્જિન’ના વાયદાએ ટીએમસીની ‘બંગાળી અસ્મિતા’ની કથાને હરાવી. ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ, પરીક્ષાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ડરનો મુકાબલો અને નવા મતદારોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હિન્દુ ધ્રુવીકરણ, રોજગાર, ઔદ્યોગિક સ્થગિતતા અને સ્થાનિક નેતાગીરી સામેની નારાજગી જેવા મુદ્દાઓ નિર્ણાયક બન્યા. દરેક ક્ષેત્ર માટે અલગ રણનીતિ, સ્થાનિક નેતાઓનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ રાજ્યની રાજકીય ભૂગોળ બદલવામાં સફળ રહ્યા.
ભાજપના ‘ડબલ એન્જિન’ની જીત: બંગાળમાં ‘કમળ’ ખીલ્યું
15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ!
હવામાન વિભાગે 5 મેના રોજ દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, તમિલનાડુ અને કેરળ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કર્યું છે. 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હી-NCRમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.
15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ!
અરવલ્લીમાં કમોસમી વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ ઠંડક, અમદાવાદમાં 41°C અનુમાન.
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો, જેનાથી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે અમદાવાદમાં 41°C તાપમાનનું અનુમાન લગાવ્યું છે, જે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેશે. રાજકોટ અને ગાંધીનગર પણ 40°C તાપમાન અનુભવશે, જ્યારે અન્ય શહેરોમાં 39°C ની આસપાસ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળશે. ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે.
અરવલ્લીમાં કમોસમી વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ ઠંડક, અમદાવાદમાં 41°C અનુમાન.
'વતનપ્રેમ' યોજના ફ્લોપ: વિદેશી ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવ્યો
ગુજરાતના ગામડાઓના કાયાકલ્પ માટે વર્ષ 2021માં મોટી જાહેરાતો સાથે શરૂ કરવામાં આવેલી 'વતન પ્રેમ યોજના' હાલ તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું જણાય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કરોડોનું બજેટ તિજોરીમાં વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે દર્શાવે છે કે આ મહત્વાકાંક્ષી યોજના વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓને આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે. માતૃભૂમિના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સહભાગી બને તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ વિકાસ કામો માટે 60% રકમ દાતાએ અને 40% રકમ રાજ્ય સરકારે આપવાની જોગવાઈ હતી.
'વતનપ્રેમ' યોજના ફ્લોપ: વિદેશી ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવ્યો
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારતા સુરતના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પરિવાર વાસ્તુ પૂજન માટે વતન જઈ રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય...: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી
દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ (બંગાળ, અસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી) ના વિધાનસભા ચૂંટણી પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ પરિણામોમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીતનો પરચમ લહેરાવ્યો છે, જ્યારે કેરળમાં કોંગ્રેસ ગઠબંધને વાપસી કરી છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે.
પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય...: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તામિલનાડુનો ગણેશ થનગાવેલ નામનો ઠગ બોગસ આધારકાર્ડ અને નકલી પેઢી બનાવી વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. તેણે 10 કરોડ રૂપિયાની સાડીઓ મેળવી અને ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
દેશમાં વિધાનસભા ચૂંટણીના વિજય બાદ PM મોદી 11મી મેએ ગુજરાત આવશે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સ્થાપનાના 85 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. આ મુલાકાતને લઈને સોમનાથમાં તૈયારીઓ તેજ કરાઈ છે. હેલિપેડ, વીજ પુરવઠો, ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-શૉ રૂટ પર સ્વચ્છતા જેવી વ્યવસ્થાઓનું આયોજન કરાઈ રહ્યું છે. કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
ભાવનગર મેયર પદ: રેસ તેજ, લોબિંગ ચરમસીમાએ!
ભાવનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે 'જનરલ મહિલા' અનામત હોવાથી ભાજપની મહિલા નગરસેવિકાઓમાં ભારે સ્પર્ધા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ખેંચતાણ ચાલી રહી છે. 44 માંથી 23 મહિલા નગરસેવિકાઓ દાવેદાર છે. પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લીધો છે, હવે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે. સ્થાનિક સંગઠન અને નેતાઓ પોતાના જૂથને સ્થાન અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. મેયર માટે વર્ષાબા પરમાર, વૈશાલીબેન કનાડિયા, હીરાબેન કુકડીયા, ભાવનાબેન ત્રિવેદી, શીતલબેન જોષીના નામ ચર્ચામાં છે.
ભાવનગર મેયર પદ: રેસ તેજ, લોબિંગ ચરમસીમાએ!
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા.
ધિરાણ વૃદ્ધિ માટે મોટેભાગે કોર્પોરેટ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર નિર્ભર રહેતી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કો વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણ ઉપાડમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે. ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિકમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ એક અંકમાં રહી હતી. જો કે રિટેલ ધિરાણ છૂટુ કરવામાં ભારે ઝડપ ધિરાણ ચોપડા પર અર્થપૂર્ણ વૃદ્ધિમાં પરિવર્તન જોવા મળશે તેવી ખાનગી બેન્કો અપેક્ષા રાખી રહી છે. પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ કોર્પોરેટ ધિરાણમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવાની ધારણાં છે.
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા.
સરદાર પટેલે શેઠ અમૃતલાલને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું.
અમદાવાદના શેઠ અમૃતલાલ, જેઓ ગુજરાત ઑઇલ મિલના મૅનેજિંગ એજન્ટ અને એક જાણીતા વેપારી હતા, તેમણે શિક્ષણ અને સામાજિક કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમણે 'ગુજરાત એજ્યુકેશન સોસાયટી'ની સ્થાપના કરી અને ગુજરાત યુનિવર્સિટી, ATIRA, આનંદ ખેતીવાડી કૉલેજ, મેડિકલ કૉલેજ અને આયુર્વેદિક હૉસ્પિટલોના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી. સરદાર પટેલે તેમને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે નમ્રતાપૂર્વક ના પાડી હતી.
સરદાર પટેલે શેઠ અમૃતલાલને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: "જનતા PM મોદીની વિકાસ રાજનીતિ સાથે જોડાઈ રહી છે"
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જનતા પ્રધાનમંત્રી મોદીની સકારાત્મક વિકાસ રાજનીતિ સાથે જોડાઈ રહી છે. પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને ગુજરાતમાં પેટાચૂંટણીમાં ભાજપના વિજય પર તેમણે આ વાત કહી. આ વિજય વડાપ્રધાન મોદીના વિકાસવાદ પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: "જનતા PM મોદીની વિકાસ રાજનીતિ સાથે જોડાઈ રહી છે"
મેઘરજ તાલુકા પંચાયતમાં ભાજપના દાવ પેચ, ટાઈ પડવાની સંભાવના.
મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 11, ભાજપ 10 અને 1 અપક્ષ સાથે ટાઈની સ્થિતિ. અપક્ષનો નિર્ણય શાસન નક્કી કરશે, કોંગ્રેસ બેઠકોનો દોર શરૂ કર્યો. મોડાસામાં પણ 10-10 બેઠકો પર ટાઈ, ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સેન્સ પ્રક્રિયા અને હોદ્દાઓની ફાળવણીની વાત કરી, જનતાનો આભાર માન્યો.
મેઘરજ તાલુકા પંચાયતમાં ભાજપના દાવ પેચ, ટાઈ પડવાની સંભાવના.
ભરૂચ ભાજપ દ્વારા Election Results ની ભવ્ય ઉજવણી.
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનની ભરૂચમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરાઈ. ખાસ કરીને બંગાળમાં ઐતિહાસિક વિજય. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના શાસનનો અંત અને પ્રજાના વિશ્વાસનો વિજય ગણાવ્યો. ઉજવણીમાં અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા.