વ્યારા જીઆઇડીસી પ્રોજેક્ટ સામે નારણપુર ગામનો ઉગ્ર વિરોધ
વ્યારા જીઆઇડીસી પ્રોજેક્ટ સામે નારણપુર ગામનો ઉગ્ર વિરોધ
Published on: 21st August, 2026

ઉચ્છલના નારણપુર ગામની ગૌચર અને પડતર જમીનમાં જી.આઇ.ડી.સી. સ્થાપવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. આ નિર્ણયના વિરોધમાં ગ્રામજનોએ દુકાનો બંધ રાખી વ્યારામાં રેલી કાઢી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તેમનું કહેવું છે કે, પેસા એકટ મુજબ ગ્રામસભાની મંજૂરી વિના જમીન ફાળવી શકાય નહીં. શાળા નજીક જી.આઇ.ડી.સી. સ્થાપવાથી બાળકોની સુરક્ષા સામે ખતરો છે. આ પ્રોજેક્ટ ખેતી, પર્યાવરણ અને જનઆરોગ્ય માટે નુકસાનકારક છે. જો માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.