દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ રોડ નિરીક્ષણ દરમિયાન યુવકને માર્યો લાફો
દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ રોડ નિરીક્ષણ દરમિયાન યુવકને માર્યો લાફો
Published on: 27th September, 2026

દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્મા તિલક નગરમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના દાવા મુજબ, વીડિયો રેકોર્ડ કરી રહેલા એક યુવકને મંત્રીએ લાફો ઝીંકી દીધો. AAPએ આ વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર રોડ કૌભાંડ છુપાવવા અને યુવાનો સાથે ગુંડાગીરી કરવાનો આરોપ લગાવ્યો છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે મંત્રીએ પોતાની કાયરતા અને હલકાપણું બતાવ્યું. AAPનું કહેવું છે કે GenZની તાકાતનો મંત્રીને હજુ અહેસાસ નથી.