Menu
‘વોટ લેવાના સમયે હાથ જોડે છે, પછી કોઈ આવતું નથી’: ભાજપના જળશક્તિ અભિયાનમાં લોકોએ કોર્પોરેટરને ઘેર્યા
‘વોટ લેવાના સમયે હાથ જોડે છે, પછી કોઈ આવતું નથી’: ભાજપના જળશક્તિ અભિયાનમાં લોકોએ કોર્પોરેટરને ઘેર્યા
Published on: 09th June, 2025

વડોદરા મહાનગર ભાજપ દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત કારેલીબાગમાં સ્પોન્જ પોન્ડનું ઉદ્ઘાટન અને હોમ કંમ્પોસ્ટ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. સ્થાનિકોએ વરસાદી પાણીની સમસ્યાને લઈ કોર્પોરેટર બંદિશ શાહનો વિરોધ કર્યો, જેમાં જણાવ્યું કે વરસાદમાં પાણી ભરાય છે અને કોઈ મદદરૂપ નથી થતું . લોકોએ કહ્યું કે ઇલેક્શન્સ વખતે તો લોકો આવે છે પણ પાણી ભરાય ત્યારે કોઈ આવતો નથી. કોર્પોરેટર દ્વારા સ્વયੰ સેવાઓ અને બોરિંગ દ્વારા પાણીનું નિકાલ કરવાની વિગતો પણ આપવામાં આવી. કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા.