અમદાવાદના વાડજનો યુવક ન્યૂડ વીડિયો કોલથી ફસાયો
અમદાવાદના વાડજનો યુવક ન્યૂડ વીડિયો કોલથી ફસાયો
Published on: 05th October, 2026

વાડજમાં રહેતો એક 26 વર્ષીય યુવક સાયબર છેતરપિંડીનો શિકાર બન્યો છે. અજાણ્યા નંબર પરથી ન્યૂડ વીડિયો કોલ રિસીવ કરતાં જ, વીડિયો રેકોર્ડ થઇ ગયો હોવાનું કહી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. ત્યારબાદ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને YouTube અધિકારી તરીકે ઓળખ આપી, યુવકને પોલીસ કાર્યવાહી, ધરપકડ અને કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી. આ રીતે ડરાવી-ધમકાવી કુલ ₹49.78 લાખ પડાવી લેવાયા. યુવકની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.