TMC માં સંકટ: અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, પ્રકાશ ચિક બરાઈકે રાજ્યસભા છોડી.
TMC માં સંકટ: અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, પ્રકાશ ચિક બરાઈકે રાજ્યસભા છોડી.
Published on: 11th June, 2026

પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુસ્મિતા દેવના રાજીનામા બાદ, રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઈકે સંસદના ઉચ્ચ સદનમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ અઠવાડિયામાં TMC છોડનારા તેઓ ત્રીજા મોટા સાંસદ બન્યા છે. તેમના રાજીનામાથી રાજ્યસભામાં TMC નું સંખ્યાબળ ઘટીને 10 પર આવી ગયું છે. એવી અટકળો છે કે આગામી સપ્તાહમાં વધુ ત્રણ રાજ્યસભા સાંસદો રાજીનામું આપી શકે છે.