અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણી કાર્યવાહી થશે!
ગુજરાતમાં 'અશાંત ધારા'માં મોટો વહીવટી બદલાવ કરવામાં આવ્યો છે. અશાંત ધારા સુધારા વિધેયક 2026 પસાર થયા બાદ, મહેસૂલ વિભાગે નવા નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે 'અશાંત વિસ્તાર' ને બદલે તેને 'સ્પેસિફાઈડ એરિયા' (નિર્દિષ્ટ વિસ્તાર) તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારોમાં મિલકતોની ખરીદ-વેચાણ અને ટ્રાન્સફર પર નિયંત્રણ રાખવા નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. મિલકત ટ્રાન્સફર માટે ખાસ કમિટી અને SIT ની રચના થશે, અને ગેરકાયદે ટ્રાન્સફર પર 6 મહિનામાં કબ્જો પરત કરવાનો કડક નિયમ અમલી બન્યો છે.
અશાંત વિસ્તાર હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણી કાર્યવાહી થશે!
વડોદરાના અકોટા અને વાસણારોડના મોલમાંથી ચાર મહિલાની ગેંગ ઘી ના 56 પાઉચ ચોરી ફરાર
અકોટા અને વાસણારોડના બે મોલમાંથી ચાર મહિલાઓની ગેંગ ઘી ના કુલ ૫૬ પાઉચ ચોરી જતાં સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.અકોટા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ મોલના સુપરવાઇઝર રફિકભાઇ મલેકે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૫મીએ સ્ટોક ચેક કરતાં ઘીના પાઉચ ઓછા જણાયા હતા. જેથી સીસીટીવી ફૂટેજ તપાસતાં તા.૧૨મીએ સાંજે સાડા ચાર વાગ્યે ચાર મહિલા કુલ ૩૨ પાઉચ(રૃ.૨૦૯૨૦) ચોરી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું.આવી જ રીતે વાસણારોડના અમારા મોલમાં પણ તે જ દિવસે સાંજે સવા છ વાગ્યે આ જ ચાર મહિલા ઘી ના ૨૪ પાઉચ (રૃ.૧૫૩૬૦) ચોરી ગઇ હોવાનું જણાઇ આવતાં અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.
વડોદરાના અકોટા અને વાસણારોડના મોલમાંથી ચાર મહિલાની ગેંગ ઘી ના 56 પાઉચ ચોરી ફરાર
દમણ પાસે અજરબૈજાનની ફ્લાઈટ ભારે મુશ્કેલીમાં, ATCને મેસેજ મળતાં જ સુરત એરપોર્ટ પર એલર્ટ
દમણ નજીક દરિયાઈ વિસ્તારમાં ઉડી રહેલા અઝરબૈજાનના એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે. વિમાનમાંથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળતા એરપોર્ટ ઈમરજન્સી પ્લાન અમલમાં મૂકાયો છે. CISF, ફાયર અને મેડિકલ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. વિમાનની સ્થિતિ પર નજર રાખવા કોસ્ટગાર્ડ અને ATC સતત સંકલન કરી રહ્યા છે. જોકે, સુરત એરપોર્ટ પરથી અન્ય તમામ ફ્લાઈટોની અવરજવર હાલ સામાન્ય રીતે ચાલુ છે.
દમણ પાસે અજરબૈજાનની ફ્લાઈટ ભારે મુશ્કેલીમાં, ATCને મેસેજ મળતાં જ સુરત એરપોર્ટ પર એલર્ટ
ભારત સામે નવો પડકાર; પાકિસ્તાન પર રશિયા-ચીન થયું મહેરબાન!
રશિયા અને ચીનના રાજદૂતોએ પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિની પ્રશંસા કરતા તેને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે. રશિયા-ચીન મૈત્રીપૂર્ણ સહયોગની 25મી વર્ષગાંઠ નિમિત્તે લખેલા સંયુક્ત લેખમાં આ વાત કહેવાઈ છે. રાજદૂતોએ પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત કરવાની અને ભવિષ્યમાં સહયોગ વધારવાની જાહેરાત કરી છે. બંને દેશો પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિને યુરેશિયન વેપાર અને ઊર્જા કોરિડોરમાં મહત્વપૂર્ણ કડી ગણાવે છે. આંતરરાષ્ટ્રીય મંચો અને અફઘાનિસ્તાનમાં સ્થિરતા માટે પણ સહયોગની વાત કરી છે, જે ભારત માટે નવો પડકાર બની શકે છે.
ભારત સામે નવો પડકાર; પાકિસ્તાન પર રશિયા-ચીન થયું મહેરબાન!
વડોદરા રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડવાનો પ્રયાસ કરતા મુસાફર ૧૦૦ મીટર સુધી ઢસડાયો
વડોદરા રેલવે સ્ટેશન પર જયપુર-બાંદ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુંબઈના એક મુસાફર, સુરેશ અમરચંદ્ર તુંગરિયા, પરિવાર માટે કોલ્ડ્રિંક્સ લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. ટ્રેન અચાનક ઉપડતાં તેમણે ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંતુલન ગુમાવતા પટકાયા અને ચાલતી ટ્રેન સાથે અંદાજે ૧૦૦ મીટર સુધી ઢસડાયા. આ ઘટનામાં તેમના જમણા પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. મુસાફરના જણાવ્યા મુજબ, ટ્રેન ૧૦ મિનિટના બદલે ૨ મિનિટમાં ઉપડી ગઈ હતી, જ્યારે રેલવે વિભાગે ૧૦ મિનિટના રોકાણ બાદ ટ્રેન ઉપડ્યાનો દાવો કર્યો છે.
વડોદરા રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડવાનો પ્રયાસ કરતા મુસાફર ૧૦૦ મીટર સુધી ઢસડાયો
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા ફરી મુશ્કેલીમાં!
દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ નીતિ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને CBIની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ અરજીમાં નીચલી અદાલતના નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. વકીલોની હડતાળને કારણે સુનાવણી ટળી હતી. હવે 17 અને 18 ઓગસ્ટે CBIની દલીલો સાંભળવામાં આવશે. CBIએ ઝડપી સુનાવણીની માંગ કરી હતી, પરંતુ જસ્ટિસ મનોજ જૈને સાંસદો/ધારાસભ્યોના કેસો પેન્ડિંગ હોવાનું જણાવીને જુલાઈના અંતમાં સુનાવણી શક્ય ન હોવાનું જણાવ્યું.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા ફરી મુશ્કેલીમાં!
TMCમાં બળવાખોરોને મમતાનું અલ્ટીમેટમ!
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં રાજીનામાનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં રાજ્યસભા સાંસદ કોયલ મલ્લિકે પદ છોડી દીધું છે. આ ઘટના બાદ મમતા બેનર્જીએ પાર્ટીના બાકી રહેલા નેતાઓને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો પાર્ટી છોડવા માંગે છે, તેઓ 21 જુલાઈ પહેલા જ જતા રહે. મમતાએ આરોપ લગાવ્યો કે ઘણા નેતાઓ પર રાજકીય દબાણ લાવીને પક્ષપલટો કરાવવામાં આવી રહ્યો છે. 21 જુલાઈ પછી TMC નવા સંકલ્પ સાથે આગળ વધશે, જે પાર્ટીનો શહીદ દિવસ કાર્યક્રમ હોય છે.
TMCમાં બળવાખોરોને મમતાનું અલ્ટીમેટમ!
ગોધરામાં ભક્તિમય માહોલમાં રથયાત્રા સંપન્ન
અષાઢી બીજના પવિત્ર દિવસે ગોધરાના ઐતિહાસિક રણછોડજી મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ભજન મંડળોએ ભક્તિમય માહોલ સર્જ્યો. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સાંજે નિજ મંદિર પરત ફરી હતી.
ગોધરામાં ભક્તિમય માહોલમાં રથયાત્રા સંપન્ન
કચ્છમાં અષાઢી બીજ નવા વર્ષે જ ધરા ધ્રુજી!
ગુજરાતના કચ્છમાં અષાઢી બીજના નવા વર્ષના દિવસે ભૂકંપના બે ઉપરાછાપરી આંચકા અનુભવાયા હતા. બપોરના સમયે આવેલા આંચકાના કારણે લોકો ભયભીત થઈ ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. પ્રથમ આંચકો સવારે 2:20 વાગ્યે 3.6ની તીવ્રતા સાથે ખાવડા નજીક નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 32 કિલોમીટર દૂર હતું. માત્ર બે મિનિટ બાદ, 2:22 વાગ્યે 3.2ની તીવ્રતાનો બીજો આંચકો ધોળાવીરા નજીક નોંધાયો હતો. સદનસીબે, જાનમાલ કે સંપત્તિને કોઈ નુકસાન થયું નથી.
કચ્છમાં અષાઢી બીજ નવા વર્ષે જ ધરા ધ્રુજી!
જંતર-મંતર પર કેજરીવાલ-ડિમ્પલ યાદવની મુલાકાત
જંતર-મંતર ખાતે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકને મળવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડિમ્પલ યાદવ પહોંચ્યા. કેજરીવાલે દેશના બાળકોના ભવિષ્ય માટે ઉપવાસ કરી રહેલા વાંગચુકને સલામ કરી. તેમણે પેપર લીક સામે અવાજ ઉઠાવનારાઓને પણ વંદન કર્યા. કેજરીવાલે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવી સોનમ વાંગચુકને શિક્ષણ મંત્રી બનાવવાની માંગ કરી. NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવ્યા, યુવાનોના આત્મવિશ્વાસમાં ઘટાડાની ચિંતા વ્યક્ત કરી.
જંતર-મંતર પર કેજરીવાલ-ડિમ્પલ યાદવની મુલાકાત
લાઠીમાં પુત્રીને મળવા જતાં વૃદ્ધને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં એક વૃદ્ધને લિફ્ટ આપવી ભારે પડી. પુત્રીને મળવા જતાં વૃદ્ધને એક મહિલાએ લિફ્ટ માંગી, અને ત્યારબાદ તેના સાગરીતો સાથે મળીને હનીટ્રેપમાં ફસાવ્યા. અપહરણ કરી, માર મારી, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2.50 લાખની ખંડણી માંગી. આખરે, વૃદ્ધ પાસેથી ઓનલાઇન ₹58,000 પડાવી લીધા. ભયભીત વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લાઠીમાં પુત્રીને મળવા જતાં વૃદ્ધને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો
કિરેન રિજિજૂ સાંભળતા નથી, તાત્કાલીક સર્વપક્ષીય બેઠક બોલાવો !
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલા અનામત અને સીમાંકન (પરિસીમન) બિલ અંગે ચર્ચા કરવા સર્વદળીય બેઠક બોલાવવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, અગાઉ કિરેન રિજિજૂને લખેલા પત્રોનો કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સંવિધાન (131મો સુધારો) ખરડો, 2026 એપ્રિલમાં બહુમતીના અભાવે પસાર થઈ શક્યો ન હતો. સરકાર આ બિલનું સંશોધિત સંસ્કરણ રજૂ કરવાની તૈયારીમાં હોવાથી, ખડગેએ પીએમને વિનંતી કરી છે કે પ્રસ્તાવો પર ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવે અને અભ્યાસ માટે પૂરતો સમય આપવામાં આવે.
કિરેન રિજિજૂ સાંભળતા નથી, તાત્કાલીક સર્વપક્ષીય બેઠક બોલાવો !
મેડિકલ લાયસન્સની આડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક
બનાસકાંઠામાં મેડિકલ લાયસન્સની આડમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. વાવ-થરાદ પોલીસે બે જગ્યાએ રેઇડ કરીને કુલ 8,060 નશાકારક ગોળીઓ ઝડપી પાડી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 6.89 કરોડ રૂપિયાથી વધુ છે. પોલીસે મફાભાઈ રબારી અને વિક્રમભાઈ રાજપુત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. મફાભાઈ પોતાના મેડિકલ સ્ટોરના લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત ગોળીઓ ખરીદીને ગેરકાયદેસર વેચાણ કરતો હતો. આ રેડ દરમિયાન Drug Inspector અને FSL ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
મેડિકલ લાયસન્સની આડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક
સુરતમાં નીકળી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઇસ્કોન રથયાત્રા
સુરતમાં અષાઢી બીજ નિમિત્તે ઇસ્કોન દ્વારા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા નીકળી. મુંબઈથી ખાસ મંગાવવામાં આવેલા લોખંડના નવા રથ સાથે આ યાત્રા લગભગ ૧૮ કિલોમીટર લાંબી હતી. સુરતના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાનના દર્શન માટે ભક્તોની પ્રચંડ ભીડ ઉમટી હતી, જેમાં મહિલાઓ કચડાતા માંડ માંડ બચી હતી. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.
સુરતમાં નીકળી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઇસ્કોન રથયાત્રા
સોનાક્ષી સિંહા સોનમ વાંગચુકના સમર્થનમાં: "હવે જે થવું હોય તે થાય, હું ચૂપ નહીં રહું!"
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ સોનમ વાંગચુકના સમર્થનમાં એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, "હવે જે થવું હોય તે થાય, પણ હું ચૂપ નહીં રહું." વાંગચુક 18 દિવસથી બાળકોના ભવિષ્ય માટે ઉપવાસ પર છે અને તેમની તબિયત કથળી રહી છે. સોનાક્ષીએ સરકારને પ્રશ્ન કર્યો છે કે, જો વાંગચુકને કંઈ થશે તો તેની જવાબદારી કોની રહેશે? આ મુદ્દે રાખી સાવંત અને અનેક ફેન્સે સોનાક્ષીના હિંમતભર્યા પગલાને બિરદાવ્યું છે.
સોનાક્ષી સિંહા સોનમ વાંગચુકના સમર્થનમાં: "હવે જે થવું હોય તે થાય, હું ચૂપ નહીં રહું!"
નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર બોજ ના નાંખશો: થ્રી લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે CBSEની ધોરણ-9થી ત્રીજી ભાષા શરૂ કરવાની નીતિ પર સવાલ ઉઠાવી કેન્દ્રને પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. કોર્ટે જણાવ્યું કે બોર્ડ પરીક્ષાઓ પહેલાં નવી ભાષા ઉમેરવાથી વિદ્યાર્થીઓ પર વધારાનો બોજ પડે છે અને તે ધોરણ-6થી શરૂ કરવી વધુ યોગ્ય છે. તમિલનાડુની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે NEPમાં હિન્દી ફરજિયાત નથી તે સ્પષ્ટ કર્યું. જવાહર નવોદય વિદ્યાલય મુદ્દે પણ ચર્ચા થઈ અને આગામી સુનાવણી 11 ઓગસ્ટે રાખવામાં આવી છે.
નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર બોજ ના નાંખશો: થ્રી લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ધોળકામાં 'જય રણછોડ' ના નાદ સાથે 2 ભવ્ય રથયાત્રા
અષાઢી બીજના પવિત્ર અવસરે ધોળકામાં એક સાથે 2 ભવ્ય રથયાત્રાઓ નીકળી, જે 'જય રણછોડ, માખણચોર'ના નારાઓથી ગુંજી ઉઠી. કૃષ્ણ મંદિરથી 75મી અને કેલિયા વાસણાના રણછોડરાય મંદિરથી 5મી રથયાત્રામાં ભક્તોનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ભારે ભીડ વચ્ચે એક મહિલા બેભાન થતાં, ધોળકાવાસીઓએ તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હેઠળ બંને રથયાત્રાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ, જ્યાં ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો.
ધોળકામાં 'જય રણછોડ' ના નાદ સાથે 2 ભવ્ય રથયાત્રા
મોદી સરકારનું મિશન 360: 6 બેઠકોનું ટેન્શન, 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક
મોદી સરકાર ફરી એકવાર મહિલા અનામત બિલ અને લોકસભા બેઠકો વધારવા માટેના Delimitation Billને પસાર કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સંસદના ચોમાસુ સત્ર પહેલા 'મિશન-360'ના લક્ષ્યથી હજુ 6 ડગલાં દૂર છે. આ માટે 19 જુલાઈએ તમામ રાજકીય પક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃત્યાંશ બહુમતી (360 સભ્યો) મેળવવા સરકાર પ્રયાસરત છે. હાલ NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, પરંતુ લક્ષ્યથી 6 સાંસદો પાછળ છે.
મોદી સરકારનું મિશન 360: 6 બેઠકોનું ટેન્શન, 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક
મોદી સરકારનું મિશન-360: મેજિક નંબરથી માત્ર 6 ડગલાં દૂર...
20 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલ ફરી રજૂ કરી શકે છે. બિલ પાસ કરવા માટે બે-તૃતિયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર છે. હાલ NDA પાસે પૂરતી સંખ્યા નથી અને વધારાના સમર્થન માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ભાજપે વ્યૂહરચના તેજ કરી છે, જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષ પણ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સત્ર પહેલાં 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક યોજાશે.
મોદી સરકારનું મિશન-360: મેજિક નંબરથી માત્ર 6 ડગલાં દૂર...
રશિયા ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે?
યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં બદલાવ આવ્યો છે. અત્યાર સુધી ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર રશિયા, હવે ભારત પાસેથી રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (પેટ્રોલ-ડીઝલ) ખરીદી રહ્યું છે. રશિયાની રિફાઇનરીઓ પર યુક્રેનના ડ્રોન હુમલાને કારણે તેની રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન થયું છે, જેના લીધે સ્થાનિક સ્તરે ઇંધણની અછત સર્જાઈ છે. રશિયાનું ગેસોલિન ઉત્પાદન છેલ્લા 21 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. આ સ્થિતિમાં, રશિયા દર મહિને ભારત પાસેથી 4,000,000 ટન ઇંધણ આયાત કરવાની યોજના ધરાવે છે. ગુજરાતની 'નાયારા એનર્જી' રિફાઇનરી દ્વારા આ વેપાર થઈ રહ્યો છે, જે ભારતીય રિફાઇનર્સ માટે મોટી કમાણીની તક છે.
રશિયા ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે?
રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ ગૃહની 81 વર્ષની સેવાયાત્રા
રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ ગૃહે નારી સશક્તિકરણ અને સમાજસેવાના ક્ષેત્રમાં 81 વર્ષની અવિરત સેવાયાત્રા પૂર્ણ કરી 82મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે સંસ્થા દ્વારા સપ્તાહભર વિવિધ સેવાકીય, શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું. જેમાં મેડિકલ ચેકઅપ, દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ, સ્ટોરી ટેલિંગ, વૃદ્ધાશ્રમની સદભાવના મુલાકાત, અને હોસ્પિટલ સ્ટાફનું સન્માન જેવા કાર્યક્રમો યોજાયા. ફિઝિયોથેરાપિસ્ટ દેવાંગીબહેને શિક્ષકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું.
રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ ગૃહની 81 વર્ષની સેવાયાત્રા
રાજકોટના મોરબી રોડ પર બલ્ક પાઈપલાઈન પર ગેરકાયદેસર રેસીડેન્સી
રાજકોટના મોરબી રોડ પર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ (GWIL) ની નર્મદા આધારિત પીવાના પાણીની બલ્ક પાઈપલાઈન પર 'શાનદાર રેસીડેન્સી'નું ગેરકાયદે બાંધકામ થયું છે. અરજદાર સંજય રાઠોડે GWIL ને લેખિત ફરિયાદ કરી છે કે તાજેતરમાં મંજૂર થયેલી ટીપી સ્કીમ નં.14 માં પણ આ પાઈપલાઈન દેખાતી નથી. ગુજરાત વોટર એન્ડ પાઇપલાઇન એક્ટ-2000 મુજબ, પાઈપલાઈન પર કોઈપણ પ્રકારનું બાંધકામ મનાઈ છે. આ નિયમનો ભંગ થતાં કલેક્ટર પગલાં લઈ શકે છે. મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની મિલીભગતથી આ બાંધકામ થયાનું જણાય છે.
રાજકોટના મોરબી રોડ પર બલ્ક પાઈપલાઈન પર ગેરકાયદેસર રેસીડેન્સી
રાજકોટનું ‘કૈલાશ પર્વત’ બન્યું પશ્ચિમ ભારતનું સર્વશ્રેષ્ઠ શાકાહારી રેસ્ટોરન્ટ!
રાજકોટની 'કૈલાશ પર્વત રાજકોટ' રેસ્ટોરન્ટને મુંબઈ ખાતે યોજાયેલા 'રેસ્ટોરન્ટ એવોર્ડ્સ 2026, વેસ્ટ ઇન્ડિયા એડિશન'માં 'વેજિટેરિયન રેસ્ટોરન્ટ ઓફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવી છે. માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં આ સિદ્ધિ મેળવવી અત્યંત પ્રશંસનીય છે. આ સ્પર્ધામાં પશ્ચિમ ભારતના 150 થી વધુ રેસ્ટોરન્ટ્સ નોમિનેટ થયા હતા, જેમાં કૈલાશ પર્વતે તેની ઉત્કૃષ્ટ ઇન્ટિરિયર, સર્વિસ ક્વોલિટી અને ગ્રાહક પ્રતિભાવોના આધારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો. સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર મુખ્ય અતિથિ હતા.
રાજકોટનું ‘કૈલાશ પર્વત’ બન્યું પશ્ચિમ ભારતનું સર્વશ્રેષ્ઠ શાકાહારી રેસ્ટોરન્ટ!
અમદાવાદ હાથીજણ સ્થિત રામદેવજી-નેતલ દે મંદિરે અષાઢી બીજે ભક્તોનો મહેરામણ!
અમદાવાદના હાથીજણ સ્થિત લાલગેબી આશ્રમ ખાતે આવેલા રામદેવપીર અને નેતલ દેના એકમાત્ર મંદિરે અષાઢી બીજના પવિત્ર દિવસે હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં આ એકમાત્ર એવું પવિત્ર સ્થાનક છે જ્યાં રામદેવપીર અને માતા નેતલ દે એકસાથે બિરાજમાન છે. ભક્તો અહીં સાચા મનથી માનતા રાખે છે, જે પૂર્ણ થવા પર સાકર, શ્રીફળ અને કાપડના ઘોડા અર્પણ કરે છે. અહીં નવગ્રહ મંદિર પણ આવેલું છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પણ આવે છે. મહાપ્રસાદની વ્યવસ્થા તેમજ ભક્તિ અને ભજનનો અનોખો સંગમ જોવા મળે છે.
અમદાવાદ હાથીજણ સ્થિત રામદેવજી-નેતલ દે મંદિરે અષાઢી બીજે ભક્તોનો મહેરામણ!
અષાઢી બીજે અમરેલીમાં મેઘમહેર: શહેરમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ફરી સક્રિય થયેલા વરસાદી માહોલ વચ્ચે, અષાઢી બીજના દિવસે અમરેલીના જાફરાબાદ, રાજુલા, લાઠી સહિતના અનેક પંથકોમાં મેઘમહેર જોવા મળી. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા જેવા ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો. લાઠી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી.
અષાઢી બીજે અમરેલીમાં મેઘમહેર: શહેરમાં ધોધમાર વરસાદ
તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ કોયલ મલિકનું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના જાણીતા નેતા અને અભિનેત્રી કોયલ મલિકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના પક્ષમાંથી ધારાસભ્યો અને સાંસદોના સતત પક્ષપલટા વચ્ચે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોયલ મલિકે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણન સમક્ષ પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ ઘટના મદન મિત્રાના પક્ષ છોડવાના એક દિવસ બાદ બની છે.
તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ કોયલ મલિકનું રાજીનામું
વિરાર-ભરૂચ મેમુમાં લોકલ ભાડું લાગુ કરી ટ્રેન ડભોઈ/કરજણ સુધી લંબાવવાની માંગ
વડોદરાના DRUCC સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાએ પશ્ચિમ રેલવેના GMને રજૂઆત કરી છે કે ટ્રેન નંબર 19101 વિરાર-ભરૂચ મેમુમાં મેલ/એક્સપ્રેસને બદલે સામાન્ય લોકલ ભાડું લાગુ કરાય. કોરોના કાળમાં વિશેષ પરિસ્થિતિમાં લાગુ કરાયેલ વધુ ભાડું હજુ પણ વસૂલાય છે, જેનાથી હજારો દૈનિક મુસાફરોને લાખોનું નુકસાન થાય છે. આ ઉપરાંત, ભરૂચ પહોંચ્યા બાદ ખાલી રહેતી ટ્રેનની રેકને કરજણ અથવા ડભોઈ સુધી લંબાવવાની પણ માગ કરી છે. આ વિસ્તરણથી મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળશે અને રેલવેની આવક વધશે.
વિરાર-ભરૂચ મેમુમાં લોકલ ભાડું લાગુ કરી ટ્રેન ડભોઈ/કરજણ સુધી લંબાવવાની માંગ
સંજય રાઉત અને સુપ્રિયા સુલે બાદ હવે સીમાંકન બિલ પર વિપક્ષનું ટેન્શન વધ્યું
લોકસભામાં સીમાંકન બિલ પસાર કરવા માટે નરેન્દ્ર મોદી સરકારને વિરોધ પક્ષના નેતાઓ તરફથી સમર્થનના સંકેત મળી રહ્યા છે. શિવસેના (UBT) ના સંજય રાઉતે જણાવ્યું છે કે જો સરકાર તેમની સૂચવેલી સુધારા કરે તો તેમની પાર્ટી સીમાંકન બિલને સમર્થન આપી શકે છે. આ પહેલા NCP (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલે પણ સમાન નિવેદન આપ્યું હતું. આ વિકાસથી વિપક્ષી ગઠબંધન INDIAની અંદર ચિંતા વધી છે, કારણ કે સીમાંકન બિલના વિરોધ અંગે તેમનું એકસમાન વલણ જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે.
સંજય રાઉત અને સુપ્રિયા સુલે બાદ હવે સીમાંકન બિલ પર વિપક્ષનું ટેન્શન વધ્યું
સુરતના ડાયમંડ કિંગ ધીરુ રામાણી 3 મહિના બાદ અલ-કાયદાની કેદમાંથી છુટ્યા!
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. અપહરણકારોએ 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે રૂ. 44 કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે. 75 વર્ષીય ધીરુ રામાણી એક મોટા ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટના સંચાલન માટે માલી ગયા હતા. તેમના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયનનું પણ અપહરણ થયું હતું. પરિવારે જ સરકારી મદદ વિના આ સોદો કર્યો.
સુરતના ડાયમંડ કિંગ ધીરુ રામાણી 3 મહિના બાદ અલ-કાયદાની કેદમાંથી છુટ્યા!
ચોમાસું સત્ર: કોંગ્રેસ બંધારણ સુધારા, સીમાંકન બિલ સહિત અનેક મુદ્દાઓનો વિરોધ કરશે
સંસદના ચોમાસા સત્ર પહેલા કોંગ્રેસે પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. પાર્ટી સંસદીય વ્યૂહરચના સમિતિની બેઠક બાદ જણાવ્યું કે, તેઓ બંધારણીય સુધારા, સીમાંકન, 'વન નેશન, વન ઈલેક્શન' અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં સૂચિત ફેરફારો જેવા સરકારના મુખ્ય વિધેયકોનો વિરોધ કરશે. કોંગ્રેસના મતે, સરકાર સંભવિત વિધેયકો અંગે પૂરતી માહિતી આપી રહી નથી. તેઓ 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠકમાં સરકાર પાસે આ માહિતી માંગશે. કોંગ્રેસ આ મુદ્દાઓ પર અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ એકત્રિત કરવાનો પ્રયાસ કરશે.
ચોમાસું સત્ર: કોંગ્રેસ બંધારણ સુધારા, સીમાંકન બિલ સહિત અનેક મુદ્દાઓનો વિરોધ કરશે
વડોદરાના નવા પ્રતાપનગર સ્ટેશન પાસે બસ-પાર્કિંગ સુવિધાના અભાવે માથાભારે તત્વો દ્વારા લૂંટ
વડોદરાના નવા પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે બસ અને પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક પોલીસની મિલીભગતથી રિક્ષાચાલકો અને સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. રેલવે સ્ટેશન નજીક કોર્પોરેશનની માલિકીની જમીનમાં ગેરકાયદે પાર્કિંગ કરીને વાહન દીઠ રૂ. 20 વસૂલવામાં આવે છે, જેનાથી આવા તત્વો રોજ હજારો રૂપિયા કમાઈ રહ્યા છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશન પર ટ્રેનોના પ્લેટફોર્મ પણ મનસ્વી રીતે બદલવામાં આવે છે, જેના કારણે મુસાફરોને ભાગદોડ કરવી પડે છે.