શરદ પવાર મોદી સરકારને આપશે સમર્થન, એપ્રિલમાં વિપક્ષે ફગાવેલું બિલ હવે થશે પાસ
શરદ પવાર મોદી સરકારને આપશે સમર્થન, એપ્રિલમાં વિપક્ષે ફગાવેલું બિલ હવે થશે પાસ
Published on: 15th July, 2026

મહારાષ્ટ્રના અનુભવી નેતા શરદ પવારે વિપક્ષને આંચકો આપતા સંસદમાં સીમાંકન (Delimitation) બિલને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. તેમની NCP (SP) પાર્ટી આ બિલની તરફેણમાં મતદાન કરશે. આ પગલાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે આ બિલ ગત એપ્રિલમાં વિરોધ પક્ષો દ્વારા ફગાવી દેવામાં આવ્યું હતું. આ Delimitation Bill લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની સીમાઓ નવી વસ્તી ગણતરી મુજબ નક્કી કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે, જેનાથી બેઠકોની ફાળવણી વર્તમાન વસ્તીના પ્રમાણમાં થશે.