જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ
જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ
Published on: 08th October, 2026

જામનગર શહેર અને જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળના બીજા દિવસે, 260થી વધુ કર્મચારીઓએ જૂની કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજી સરકારનું ધ્યાન દોરવા રામધૂનનો કાર્યક્રમ કર્યો. કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવામાં આવ્યા છે અને વહેલી તકે હડતાળનો સુખદ અંત આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે. આજે બપોરે બાલા હનુમાન મંદિરે પણ રામધૂન યોજાશે.