વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
Published on: 29th April, 2026

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.