Menu
બનાસકાંઠામાં 22 જૂનના રોજ 614 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીનું મતદાન
બનાસકાંઠામાં 22 જૂનના રોજ 614 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીનું મતદાન
Published on: 10th June, 2025

બનાસકાંઠા જિલ્લામાં 22 જૂનના રોજ 614 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે, જેમાં 10.44 લાખ મતદારો ભાગ લેશે. 14 તાલુકાઓના 385 પંચાયતો માટે 1840 સરપંચ અને 4812 સભ્ય ઉમેદવારો ફોર્મ ભરી ચૂક્યા છે. પેટા ચૂંટણીમાં પણ 279 પંચાયતોમાં કેટલાક પદો માટે ઉમેદવારો નોંધાયા છે. ચૂંટણી સુગમ કરવા માટે 2263 મતપેટીઓ, 115 ચૂંટણી અધિકારીઓ અને 6811 પોલિંગ સ્ટાફ તયાર રાખવામાં આવ્યા છે.પથરાદ તાલુકામાં સૌથી વધુ 66 પંચાયતોમાં 41 સરપંચ માટે મતદાન થશે.