ટ્રમ્પનું ટેન્શન વધ્યું, અમેરિકાના પ્રમુખ તરીકે નાપસંદ કરનારા શ્વેત મતદારો વધી 54% થયા
અમેરિકન પ્રમુખના કટ્ટર સમર્થકો મનાતા વ્હાઇટ વોટર્સ પણ હવે તેમનાથી નિરાશ છે. ટ્રમ્પ અર્થતંત્રમાં વાળેલા છબરડા અને વધતી જતી મોંઘવારી જોઈ 2024માં તેમને જંગી માર્જિનથી જીતાડનારા શ્વેત નોકરિયાત મતદારોમાં તેમનું એપ્રુવલ રેટિંગ ઘટયું છે, આમ ટ્રમ્પને નાપસંદ કરનારા શ્વેત અમેરિકનોની ટકાવારી 54 ટકાએ પહોંચી ગઈ હોવાનું વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું.પોસ્ટ મુજબ સીબીએસ ન્યૂઝ પોલ આ મહિને કરવામાં આવ્યો હતો. તેમા ટ્રમ્પની કામગીરી અંગે કોલેજ ડિગ્રી વગરના શ્વેત મતદાતાઓનું ડિસએપ્રુવલ રેટિંગ વધીને 54 ટકાએ પહોંચી ગયુ છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. ફેબ્રુઆરી 2025માં આ રેટિંગ 32 ટકા હતુ અને આ વર્ષે માર્ચમાં તે 45 ટકા થયું હતું.
ટ્રમ્પનું ટેન્શન વધ્યું, અમેરિકાના પ્રમુખ તરીકે નાપસંદ કરનારા શ્વેત મતદારો વધી 54% થયા
ભારત વિયેતનામને આપશે શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલ, ચીનને મોટો ઝટકો
સિંગાપોરમાં યોજાયેલા 'શાંગરી-લા ડાયલોગ' સંમેલનમાં ભારતના ડિફેન્સ સેક્રેટરીએ ખુલાસો કર્યો કે વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઈલની ડીલ ફાઇનલ થઈ ગઈ છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. ઈન્ડોનેશિયા સાથે પણ આ મિસાઈલ ખરીદવા અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાયેલી આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, જે ચીન સાથે વિવાદ ધરાવતા દેશોને મળી રહી છે, તે વ્યૂહાત્મક સંતુલન જાળવવામાં મદદ કરશે. આ ડીલ ભારતની સંરક્ષણ ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવે છે.
ભારત વિયેતનામને આપશે શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલ, ચીનને મોટો ઝટકો
ઈરાનનું નવું શસ્ત્ર 'આરાશ-એ-કમાનગીર': અમેરિકાના મોંઘા ડ્રોનને તોડી પાડનાર ઘાતક સિસ્ટમ
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સ મુજબ, ઈરાને કેશ્મા ટાપુ પાસે 'આરાશ-એ-કમાનગીર' નામની નવી એર-ડીફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો. આ નામ ફારસી પૌરાણિક કથાઓમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ 'તીરંદાજ' થાય છે. ઈરાનનો દાવો છે કે આ શસ્ત્ર વડે અમેરિકાના આધુનિક M-Q9 Reaper ડ્રોનને તોડી પાડ્યું, જેની કિંમત આશરે ૩૦ મિલિયન ડૉલર (૨૫૦ કરોડ રૂપિયા) હતી. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ શસ્ત્ર પરંપરાગત રેડાર ગાઈડન્સ પર નિર્ભર ન હોવાથી દુશ્મન માટે પકડવું મુશ્કેલ છે.
ઈરાનનું નવું શસ્ત્ર 'આરાશ-એ-કમાનગીર': અમેરિકાના મોંઘા ડ્રોનને તોડી પાડનાર ઘાતક સિસ્ટમ
અમદાવાદમાં CCTV: મોબાઈલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી 5.50 લાખની રોકડ ચોરી, ગઠિયો ફરાર
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સોનાના બિસ્કિટ ખરીદવા જઈ રહેલા જ્વેલરી પેઢીના કર્મચારીની બેગમાંથી એક ગઠિયાએ 5.50 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી લીધી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. કર્મચારી મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે ચોર તેની નજીક આવ્યો, બેગની ચેઇન ખોલી નોટોના બંડલ સેરવી ફરાર થઈ ગયો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદમાં CCTV: મોબાઈલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી 5.50 લાખની રોકડ ચોરી, ગઠિયો ફરાર
મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો... કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ
પશ્ચિમ બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કી અને હુમલાની ઘટના બની હતી. પરિસ્થિતિ તંગ બનતા સુરક્ષાકર્મીઓએ તેમને હેલમેટ પહેરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ઘટનાસ્થળે કેટલાક ભાજપ કાર્યકરોએ ‘ચોર-ચોર’ના નારા લગાવ્યા હતા. બીજી તરફ, વિધાનસભા નકલી સહી કેસમાં CID અને પોલીસની ટીમ અભિષેક બેનર્જીને નોટિસ આપવા પહોંચી હતી. નોટિસ મળ્યા બાદ અભિષેકે તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જરૂર પડશે તો તેઓ કાનૂની પ્રક્રિયામાં સહકાર આપશે, પરંતુ કોઈથી ડરવાના નથી.
મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો... કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ
રાજપૂત સમાજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના વિજેતાઓનું સન્માન કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભવાની ધામ મંદિર ખાતે શ્રી વસ્તડી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા રાજપૂત સમાજના પ્રતિનિધિઓના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોએ વિજેતાઓને અભિનંદન પાઠવી જાહેર જીવનમાં લોકસેવા માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. સમાજની એકતા, સંગઠન અને વિકાસ અંગે ચર્ચા સાથે સ્થાનિક સ્વરાજ્ય પછી વિધાનસભામાં પણ વધુ પ્રતિનિધિત્વ મેળવવાની હાકલ કરવામાં આવી હતી.
રાજપૂત સમાજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના વિજેતાઓનું સન્માન કર્યું
વરિષ્ઠ નાગરિકો માટે દેશનું પહેલું અલગ મંત્રાલય!
કેરળમાં ઝડપથી વધી રહેલી વૃદ્ધ વસ્તીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે અલગ મંત્રાલય બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે દેશમાં પ્રથમ પ્રકારની પહેલ માનવામાં આવે છે. સરકારનું માનવું છે કે વૃદ્ધોના સ્વાસ્થ્ય, આર્થિક સુરક્ષા, એકલતા અને સામાજિક સન્માન જેવા મુદ્દાઓને હવે માત્ર કલ્યાણ યોજનાઓ સુધી મર્યાદિત રાખી શકાય નહીં. હાલમાં કેરળમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા રાજ્યની કુલ વસ્તીના 16.5% જેટલી છે અને 2031 સુધીમાં તે 20.9% થવાનો અંદાજ છે. સરકાર દ્વારા ‘વયોમિત્રમ’, ‘વયો અમૃતમ’ અને વિશેષ વૃદ્ધ બજેટ જેવી યોજનાઓ પણ અમલમાં છે, જે વૃદ્ધોના જીવનને વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા પર કેન્દ્રિત છે.
વરિષ્ઠ નાગરિકો માટે દેશનું પહેલું અલગ મંત્રાલય!
"નીતિન પટેલને પતાવી દીધા" હોવાનો દાવો કરતી કથિત ઓડિયો ક્લિપ બાદ ચંદ્રકાંત પટેલ પક્ષના નિશાના પર
મહેસાણા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ ઉગ્ર બન્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સ્થાનિક નેતા ચંદ્રકાંત પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ નોટિસ અપાઈ હતી, પરંતુ ત્રણ દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા છતાં તેમણે કોઈ જવાબ આપ્યો નથી. વાયરલ ઓડિયોમાં તેઓ “નીતિન પટેલને રાજકારણમાંથી પતાવી દીધા” હોવાનું કહેતા સંભળાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમના પર નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે કામ કરીને વિરોધી ઉમેદવારોને મદદ કરવાના આરોપો પણ છે. હવે ભાજપ સંગઠન તેમના વિરુદ્ધ સસ્પેન્શન અથવા અન્ય કડક કાર્યવાહી કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
"નીતિન પટેલને પતાવી દીધા" હોવાનો દાવો કરતી કથિત ઓડિયો ક્લિપ બાદ ચંદ્રકાંત પટેલ પક્ષના નિશાના પર
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે સવારે 11 વાગ્યે યોજાવા જઈ રહી છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 22 સભ્યો ધરાવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12 બેઠકો અને ભાજપ પાસે 10 બેઠકો હોવાથી બહુમતી કોંગ્રેસ તરફ હોવાનું માનવામાં આવે છે. અગાઉ સભ્યોની નારાજગી અને અન્ય કારણોસર બે વખત ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે પોતાના સભ્યોને એકજૂથ રાખવા રિસોર્ટ પોલિટિક્સનો આશરો લીધો હોવાની પણ ચર્ચા છે. ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પંચાયત કચેરી આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આજે CLPની હાઈ-વોલ્ટેજ બેઠક, ડી.કે. શિવકુમાર નવા CM બને તેવી પ્રબળ સંભાવના, 4 ડેપ્યુટી CMની ફોર્મ્યુલા
કર્ણાટકમાં મુખ્યમંત્રી Siddaramaiahના રાજીનામા બાદ રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસે આજે બેંગલુરુમાં ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં નવા નેતાની પસંદગી થશે. રાજકીય ચર્ચાઓ મુજબ હાલના ડેપ્યુટી સીએમ D. K. Shivakumarને આગામી મુખ્યમંત્રી બનાવવાની શક્યતા વધુ છે અને તેઓ 3 જૂને શપથ લઈ શકે છે. રાજ્યપાલ Thawar Chand Gehlotએ સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારી તેમને કામચલાઉ મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખ્યા છે. બીજી તરફ, નવી સરકારમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલન માટે ચાર ડેપ્યુટી સીએમ બનાવવાની ફોર્મ્યુલા પર પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
આજે CLPની હાઈ-વોલ્ટેજ બેઠક, ડી.કે. શિવકુમાર નવા CM બને તેવી પ્રબળ સંભાવના, 4 ડેપ્યુટી CMની ફોર્મ્યુલા
મલાવીના હાઈ કમિશનર વડોદરાની મુલાકાતે
રિપબ્લિક ઓફ Malawiના હાઈ કમિશનર Leonard Senza Magenziએ વડોદરા નજીક પોર ખાતે આવેલી Mercury EV-Techની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. તેમણે કંપનીની આધુનિક ટેકનોલોજી, ઉત્પાદન ક્ષમતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન મલાવીમાં કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ અંગે ચર્ચા થઈ હતી અને બંને પક્ષો વચ્ચે MOU કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. કંપનીના ચેરમેન Jayesh Thakkarએ જણાવ્યું કે ટૂંક સમયમાં વડોદરાથી મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ શરૂ થઈ શકે છે, જે ભારતની ગ્રીન મોબિલિટી અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાશે.
મલાવીના હાઈ કમિશનર વડોદરાની મુલાકાતે
Trumpની ‘રેડ લાઇન’ સામે ઈરાન ઝૂકશે?
અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત ઐતિહાસિક કરાર અંગે ચર્ચાઓ તેજ બની છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની અધ્યક્ષતામાં વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક પણ નિષ્કર્ષ વિના પૂર્ણ થઈ હતી. અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી નહીં આપે અને હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવાની શરત પર અડગ છે. બીજી તરફ ઈરાન વિદેશમાં અટવાયેલી પોતાની સંપત્તિ મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેની અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક તેલ બજારમાં ચિંતા અને પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત છે.
Trumpની ‘રેડ લાઇન’ સામે ઈરાન ઝૂકશે?
અમેરિકાના વર્જિનિયામાં હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનને અડફેટે લીધા.
અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે ધીમી પડેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં 5 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 34 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક રાજ્ય પોલીસ દ્વારા શુક્રવારે આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.વર્ક ઝોન પાસે સર્જાયો અકસ્માત
અમેરિકાના વર્જિનિયામાં હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનને અડફેટે લીધા.
બંગાળની કોલેજોનું રાજકારણ બદલાયું
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પછી વિવિધ સ્તરે રાજકારણ બદલાઈ રહ્યું છે. હવે રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં પણ એની અસર દેખાય છે. હવે આરએસએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી અને શિક્ષક સંગઠનોએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પોતાની ગતિવિધિ વધારી દીધી છે. એક જમાનામાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં સામ્યવાદીઓ અને તૃણમુલ કોંગ્રેસનો પ્રભાવ વધુ હતો. હવે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે. ઉત્તર બંગાળની કોલેજ કેન્ટીનથી લઈને કોલકત્તાની યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આ બદલાવ દેખાઈ રહ્યો છે.
બંગાળની કોલેજોનું રાજકારણ બદલાયું
પંચમહાલ શહેરા ખાતે ભાજપની નગર અને તાલુકા કક્ષાની કાર્યશાળા યોજાઈ
શહેરા નગર પાલિકાના હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા આગામી દિવસોમાં અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચારુ આયોજનના ભાગરૂપે નગર અને તાલુકાની એક મહત્વની સંયુક્ત કાર્યશાળા યોજાઈ હતી. શહેરા નગરપાલિકા હોલ ખાતે આયોજિત આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણની સિદ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના આગામી રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશ પાઠક, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, ભાજપ અગ્રણી ડો. કિરણસિંહ બારીયા સહિત અગ્રણીઓ તેમજ જિલ્લા, તાલુકા અને નગર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા વિવિધ પાંખના પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
પંચમહાલ શહેરા ખાતે ભાજપની નગર અને તાલુકા કક્ષાની કાર્યશાળા યોજાઈ
મહીસાગર જિ.પં.ના નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો
મહીસાગર જિલ્લા પંચાયતના નવ નિયુક્ત બિન હરીફ્ પ્રમુખ કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર અને ઉપપ્રમુખ હંસરાજભાઈ ભોગીલાલ વસાવાએ શાસ્ત્રોકત વિધિથી આજે શુક્રવારે લુણાવાડા જીલ્લા પંચાયત કચેરી ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે સંતરામપુર ધારાસભ્ય અને માજી શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, મહીસાગર જિલ્લા ભા.જ.પ. પ્રમુખ દશરથભાઈ બારીયા, કડાણા તાલુકા ભા.જ.પ. પ્રમુખ પર્વતભાઈ ડામોર સહીત જિલ્લા અને તાલુકા ભા.જ.પ.ના આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખે જિલ્લાના વિકાસ કામોને પ્રાધાન્ય આપવા ખાતરી આપી હતી.
મહીસાગર જિ.પં.ના નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો
ખેડા જિલ્લાની મહુધા તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો
ખેડા જિલ્લાની મહુધા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા સહિત આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે મહુધા તાલુકા પંચાયતની 18 માંથી 14 બેઠકો જીતી બહુમતી સાથે સત્તા રચી હતી.
ખેડા જિલ્લાની મહુધા તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો
હોર્મુઝ ખૂલશે, ઇરાન પરમાણુ બોમ્બ નહીં રાખી શકે: ટ્રમ્પ
નાંદેડ-નાશિકની બેઠક બાબતે આઘાડી અનિર્ણિત
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીએ 17માંથી 15 બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સાધી છે. કોંગ્રેસ 8, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 4 અને શરદ પવારની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે નાંદેડ અને નાશિકની 2 બેઠકો અંગે હજુ ચર્ચા ચાલુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું કે આગામી બે દિવસમાં બાકી બેઠકો પર નિર્ણય લેવાશે. તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગ અને પૈસાના જોરે રાજકારણ કરવાનો આક્ષેપ કરતાં લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે જનતાને એક થવાની અપીલ કરી હતી.
નાંદેડ-નાશિકની બેઠક બાબતે આઘાડી અનિર્ણિત
AI મોંઘુ પડયું : કંપનીએ એક મહિનામાં જ રૂપિયા 4,700 કરોડ ખર્ચ કર્યા
છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક કંપનીઓમાં એઆઈના ઉપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ પાછળ કાર્યક્ષમતામાં વધારાની સાથે ખર્ચમાં બચાવના કારણ આગળ ધરવામાં આવતા હોય છે. પરંતુ, AI ટૂલ્સનો વધતો ઉપયોગ ઘણી કંપનીઓ માટે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. એક ચોંકાવનારી ઘટનામાં એક કંપનીએ માત્ર એક મહિનામાં જ એન્થ્રોપિકના ચેટબોટ ક્લોડ માટે અંદાજે રૂ. ૪,૭૦૦ કરોડથી વધુનું બિલ ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે.
AI મોંઘુ પડયું : કંપનીએ એક મહિનામાં જ રૂપિયા 4,700 કરોડ ખર્ચ કર્યા
ઓસ્ટ્રેલિયાએ વિશ્વની પ્રથમ માનવરહિત ડ્રોન બોટ બનાવી
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં (ફોરેક્સ રિઝર્વ) ફરી એક વખત મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૨૨ મે સુધી દેશમાં ફોરેક્સ રિઝર્વ ૭.૫૧ અબજ ડોલર ઘટીને ૬૮૧.૩૮ અબજ ડોલર પર પહોંચી ગયું હતું. આ સતત બીજા સપ્તાહનો ઘટાડો છે.
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો
હોર્મુઝ પર ટોલ ટેક્સ નહીં, યુ.એસ. સાથે સમજૂતીમાં ઇરાન પરમાણુ શસ્ત્રો નહીં બનાવે.
સ્ટેઇટ્સ ઓફ હોર્મુઝ ફરી ખોલવી એ મુખ્ય મુદ્દો છે, જેનાથી ભારત જેવી દેશો માટે ઊર્જા સંકટ ઘટશે. અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઇરાન પરમાણુ શસ્ત્રો નહીં બનાવે અને આગામી ૩૦ દિવસમાં સુરંગો હઠાવશે. અમેરિકા ઇરાનનાં બંદરો પરથી નાકાબંધી હઠાવશે. આ સમજૂતી ઇરાનને પોતાનું અર્થતંત્ર સદ્ધર કરવાની તક છે, જેમાં કોઈ ગુપ્ત શર્ત નથી. જોકે, ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો સમજૂતી નહીં થાય તો ફરી હુમલો કરાશે.
હોર્મુઝ પર ટોલ ટેક્સ નહીં, યુ.એસ. સાથે સમજૂતીમાં ઇરાન પરમાણુ શસ્ત્રો નહીં બનાવે.
યુ.એન. દ્વારા ભારતના બે શહીદો અને મેજર અભિલાષા બરાકને સર્વોચ્ચ શાંતિ સન્માન
સંયુક્ત રાષ્ટ્ર 'આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષક' દિવસે ભારતના બે વીર જવાનોને મરણોત્તર સર્વોચ્ચ સન્માન 'દાગ-હેમરશુલ્ડ' મેડલથી નવાજવામાં આવ્યા. લાંસ હવાલદાર હરભજનસિંઘે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં અને નાયબ સુબેદાર સુજિતકુમાર પ્રધાને દક્ષિણ સુદાનમાં યુ.એન. મિશન દરમિયાન ફરજ બજાવતા શહીદી વહોરી હતી. ભારતીય સેનાની પહેલી કોમ્બેટ એવિએટર મેજર અભિલાષા બરાકને પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે, જેણે ભારતની વૈશ્વિક છબી ઉજાળી છે.
યુ.એન. દ્વારા ભારતના બે શહીદો અને મેજર અભિલાષા બરાકને સર્વોચ્ચ શાંતિ સન્માન
સાંસદ ગેનીબેન ઠાકોરનો LCB PI પર ગંભીર આરોપ, 'તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો, નહીં તો...'
બનાસકાંઠાના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ-થરાદ વિસ્તારના LCB PI એ.પી. ચૌધરી પર દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારજનોને ધમકાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર PMO, CMO અને DGP ને ટેગ કરીને આક્ષેપ કર્યો છે કે LCB PI કાયદાકીય કાર્યક્ષેત્રની બહાર જઈને કામ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ અધિકારી સામે એકતરફી કાર્યવાહીનો આરોપ લગાવાયો છે. LCB PI એ.પી. ચૌધરીનો આ મામલે કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.
સાંસદ ગેનીબેન ઠાકોરનો LCB PI પર ગંભીર આરોપ, 'તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો, નહીં તો...'
સિદ્ધારમૈયાનું ‘પાવર’માં રહેવાનું સપનું, હાઈકમાન્ડે પ્રસ્તાવ ઠુકરાવ્યો
કર્ણાટક રાજકારણમાં મોટા બદલાવ બાદ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે, જ્યારે ડીકે શિવકુમાર હવે પાર્ટી અને સરકાર બંનેમાં મજબૂત સ્થિતિમાં છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સરકારની બહાર રહીને પણ પોતાની રાજકીય પકડ જાળવી રાખવા માંગે છે. આ માટે તેમણે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ એક 'કોઓર્ડિનેશન કમિટી' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવશે. જોકે, હાઈકમાન્ડે ૨૦૧૮ની પરિસ્થિતિ અને વર્તમાન સ્થિતિમાં તફાવત જણાવી આ માંગ ફગાવી દીધી છે.
સિદ્ધારમૈયાનું ‘પાવર’માં રહેવાનું સપનું, હાઈકમાન્ડે પ્રસ્તાવ ઠુકરાવ્યો
સુઈગામમાં પીવાના પાણી મુદ્દે મંત્રી સ્વરૂપજી ઠાકોર ઘેરાયા!
સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોનો રોષ જોવા મળ્યો. અનેક ગામોમાંથી આવેલા લોકોએ પાણીની અછત, અનિયમિત પુરવઠો અને પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અંગે ઉગ્ર રજૂઆતો કરી. ચકમક જેવી સ્થિતિ સર્જાતાં મંત્રીએ પત્રકારોને વીડિયો શૂટિંગ ન કરવાની સૂચના આપી, જેના કારણે ચર્ચા જગાવી. કાર્યક્રમમાં ભીડ ઘટાડવા લોકોને બહાર જવા કહેતાં પણ નારાજગી ફેલાઈ. આ સમગ્ર ઘટનાક્રમ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ જગાવી રહ્યો છે.
સુઈગામમાં પીવાના પાણી મુદ્દે મંત્રી સ્વરૂપજી ઠાકોર ઘેરાયા!
પાકિસ્તાનીઓ વૈભવ સૂર્યવંશીના વખાણ કરતાં થાકતા નથી, આપ્યું નવું નામ
રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 29 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેની આ પ્રદર્શને પાકિસ્તાનમાં પણ ખળભળાટ મચાવ્યો છે. ત્યાંના પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો વૈભવના વખાણ કરતાં થાકતા નથી અને તેને ક્રિકેટનો આગામી સુપરસ્ટાર ગણાવી રહ્યા છે. પાકિસ્તાની કોચે તેને 'મિસ્ટર યુનિવર્સ' અને 'કોમ્પ્લાન બોય' જેવા નવા નામ આપ્યા છે, તેની સરખામણી ક્રિસ ગેલ સાથે કરી છે.
પાકિસ્તાનીઓ વૈભવ સૂર્યવંશીના વખાણ કરતાં થાકતા નથી, આપ્યું નવું નામ
રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઇવરો સાથે જમીન પર બેસી ભોજન કર્યું, તેમની વેદના જાણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો ડ્રાઇવરો સાથે મુલાકાત કરી તેમની મુશ્કેલીઓ જાણી. ઈરાન સંકટ અને મિડલ ઈસ્ટમાં તણાવને કારણે પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ વધવાથી ઓટો ડ્રાઇવરોની કમાણી પર અસર પડી રહી છે. આ મોંઘવારીની માર વચ્ચે રાહુલ ગાંધીએ તેમની તકલીફો સમજવા ખાસ બેઠક કરી. દિલ્હીના તોડરમલ પાર્કમાં જમીન પર બેસીને, વીઆઇપી પ્રોટોકોલ વિના, તેમણે ઓટો ડ્રાઇવરો સાથે લંચ કર્યું અને તેમની રોજિંદી સમસ્યાઓ, ખાસ કરીને ઇંધણના ભાવ વધારા છતાં ભાડામાં વધારો ન થવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.
રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઇવરો સાથે જમીન પર બેસી ભોજન કર્યું, તેમની વેદના જાણી
Anthropic Mythos-class મૉડલ પબ્લિક માટે લૉન્ચ કરશે, સાયબર સુરક્ષામાં ખળભળાટ
Anthropic દ્વારા Mythos-class મૉડલ જાહેર જનતા માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અત્યાધુનિક AI મૉડલ કોઈપણ સોફ્ટવેરમાં અસંખ્ય નબળાઈઓ શોધવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી સાયબર સુરક્ષા જગતમાં નવી ચિંતાઓ ઉભી થઈ છે. Claude Mythos એ માત્ર એક મહિનામાં 10,000 થી વધુ સુરક્ષા ખામીઓ શોધી કાઢી છે, જે હાલની સુરક્ષા પદ્ધતિઓની ક્ષમતા પર સવાલો ઉઠાવે છે. કંપની આ મૉડલના દુરુપયોગને રોકવા માટે તૈયારી કરી રહી છે.
Anthropic Mythos-class મૉડલ પબ્લિક માટે લૉન્ચ કરશે, સાયબર સુરક્ષામાં ખળભળાટ
છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં સાંસદ જશુ રાઠવાએ કહ્યું- 'અતિ ઉત્સાહમાં કાયદો ભૂલી ગયા'
છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ જશુ રાઠવા, પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા સામે બંદૂક સાથેનો વીડિયો વાઈરલ થવાના મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. આ કાર્યવાહી બાદ સાંસદ જશુ રાઠવાએ કહ્યું કે, 'આ વખતે અમે જીતના અતિ ઉત્સાહમાં હતા અને કાયદો ભૂલી ગયા એટલે બંદૂક લઈને નીકળ્યા હતા.' આદિવાસી સમાજની પરંપરા મુજબ ખુશીના પ્રસંગે સાધનો સાથે નાચવામાં આવે છે, પરંતુ હવે કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, તેનો સ્વીકાર કરીશું.