સોમનાથ મંદિરે નીતિન પટેલે GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડ પર આપી પ્રતિક્રિયા
સોમનાથ મંદિરે નીતિન પટેલે GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડ પર આપી પ્રતિક્રિયા
Published on: 24th August, 2026

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી. GEN-Z આંદોલન અંગે તેમણે કહ્યું કે આંદોલન નવી વાત નથી, યુવાનોને પ્રેમથી સમજાવવા જોઈએ. દિલ્હીના જંતર-મંતરનું ઉદાહરણ આપી સરકારે યુવાનોની વાત સાંભળવી જોઈએ. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ પર વ્યંગાત્મક ટિપ્પણી કરતા કહ્યું કે લઠ્ઠા બનાવનારાઓને ભગવાને સજા આપી દીધી છે. વરસાદ ખેંચાવા મુદ્દે તેમણે રાજ્યમાં સારા વરસાદ માટે પ્રાર્થના કરી.