NHAIનો AM/NSને પત્ર: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર ટાવર હટાવવા તાત્કાલિક શટડાઉન
NHAIનો AM/NSને પત્ર: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર ટાવર હટાવવા તાત્કાલિક શટડાઉન
Published on: 12th August, 2026

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ગુજરાત સેક્શનમાં એક 400 KV વીજ લાઇનનો જૂનો ટાવર કામમાં મોટી અડચણ બની રહ્યો છે. NHAI દ્વારા AM/NS પાવર ટ્રાન્સમિશનને તાત્કાલિક શટડાઉન આપવા અને ટાવર હટાવવા માટે અનેક વખત માંગણી કરવામાં આવી છે, પરંતુ AM/NS તરફથી તાત્કાલિક મંજૂરી આપવામાં આવી નથી. NHAIએ આ મુદ્દાને રાષ્ટ્રીય કનેક્ટિવિટી અને રોડ સેફ્ટી સાથે જોડાયેલો ગંભીર મામલો ગણાવીને રિમાઇન્ડર પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ટાવર નહીં હટાવવામાં આવે તો એક્સપ્રેસ-વે બંધ કરી દેવો પડશે.