ફેસબુક-ઈન્સ્ટા પર ભ્રામક પોસ્ટ પર સરકારની બાજ નજર
કેન્દ્ર સરકારે મેટા (Meta) ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભ્રામક માહિતી ફેલાવતી પોસ્ટ્સ પર દેખરેખ વધારવા નિર્દેશ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ જારી કરેલી એડવાઈઝરીમાં 'કન્ટેન્ટ રિકમેન્ડેશન સિસ્ટમ્સ'નું વિશ્લેષણ કરવા જણાવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય જનતામાં મૂંઝવણ કે હિંસા ભડકાવી શકે તેવી સામગ્રીના પ્રસારને રોકવાનો છે.
