સરકાર તહેવારોમાં મોંઘી ફ્લાઇટ ટિકિટ માટે નવા નિયમો લાવશે
કેન્દ્ર સરકાર તહેવારો અને રજાઓ દરમિયાન વિમાન ટિકિટના ભાવમાં થતા અતિશય વધારાને રોકવા માટે નવા નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે. આ નિયમો હેઠળ, કુદરતી આફત કે મોટી કટોકટી જેવી ખાસ પરિસ્થિતિઓમાં સરકાર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી શકશે. વિમાન કંપનીઓએ DGCAને ભાડાની વિગતો એક મહિના અગાઉ આપવી પડશે અને વેબસાઇટ પર પણ દર્શાવવી પડશે.
