હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે, નેતાઓને જીવતા લોકો માટે સમય નથી, સ્મશાને ફોટા પડાવવા આવી જશે.
હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે, નેતાઓને જીવતા લોકો માટે સમય નથી, સ્મશાને ફોટા પડાવવા આવી જશે.
Published on: 06th April, 2026

જૂનાગઢના કડિયાવાડમાં જર્જરિત ઇમારતોથી લોકો ત્રસ્ત છે, તંત્રની બેદરકારીથી અકસ્માતો થાય છે. સ્થાનિકો હવે કિન્નરોને ચૂંટણી લડાવવા માંગે છે, કારણ કે નેતાઓ તેમની વેદના સમજતા નથી. દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોયું તો ખબર પડી કે મકાનમાલિકોને ભાડામાં જ રસ છે અને તંત્ર જાનહાનિની રાહ જોઈ રહ્યું છે. 50થી વધુ ઈમારતો જર્જરિત હાલતમાં છે. "હવે અમારે કિન્નરોને જ ચૂંટણી લડાવવી પડશે".