SIR મુદ્દે વિવાદ વધ્યો; બોમ્બે હાઈકોર્ટમાં CEC જ્ઞાનેશ કુમારના 14 આદેશો રદ કરવાની માગ
SIR મુદ્દે વિવાદ વધ્યો; બોમ્બે હાઈકોર્ટમાં CEC જ્ઞાનેશ કુમારના 14 આદેશો રદ કરવાની માગ
Published on: 25th September, 2026

મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા કાનૂની વિવાદમાં સપડાઈ છે, જેના પગલે બોમ્બે હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ થઈ છે. આ અરજીઓમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા, પ્રક્રિયામાં ગડબડ અને CEC જ્ઞાનેશ કુમારના 14 વહીવટી આદેશો રદ કરવાની માંગ કરાઈ છે. અરજદારોએ ઘરે-ઘરે જઈને ઓળખપત્ર માંગવા અને સુનાવણી વિના નામ હટાવવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. અરજદારો માત્ર કાયદાનું પાલન ઈચ્છે છે અને SIR પ્રક્રિયા પર સ્ટે લાવવા તથા સ્વતંત્ર સમિતિની રચનાની માંગ કરી છે, જેની આગામી સપ્તાહે સુનાવણી શક્ય છે.